સુવિધા:UTI મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારો માટે વ્હોટ્સએપ ચેટ સર્વિસ લોન્ચ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વ્હોટ્સએપથી SIP, ઈન્ડેક્સ ફંડમાં સરળતાથી રોકાણ કરી શકાશે
  • 91-7208081230 આ નંબર પર મેસેજ કરવો પડશે

UTI મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોની સાથે સંપર્ક વધારવા માટે એડવાન્સ વ્હોટ્સએપ ચેટ સર્વિસ લોન્ચ કરી છે. રોકાણકારો માટે આ સર્વિસ 24X7 ઉપલબ્ધ રહેશે. UTI મ્યુચ્યુઅસ ફંડની આ એક્સક્લૂસિવ સર્વિસ અત્યારે રોકાણકારોની સાથે સંભવિત રોકાણકારો માટે પણ ઉપલબ્ધ રહેશે. વ્હોટ્સએપ ચેટ સર્વિસનો ઉદ્દેશ્ય ટેક્સ્ટ-આધારિત ચેટ અને અપડેટ અને ઈન્ફોગ્રાફિક્સ દ્વારા રોકાણકાર ઈન્ટરફેસને પ્રોત્સાહન આપવાનો છે. આ તે ઓપ્ટ-ઈન યુઝર્સ માટે પણ છે જે કંપનીની પ્રોડક્ટમાં રસ ધરાવે છે અને વધુ જાણકારી ઈચ્છે છે. તે UTI મ્યુચ્યુઅલ ફંડના માર્કેટિંગ અને ઈન્વેસ્ટર સપોર્ટ સર્વિસિસને પણ મજબૂત બનાવશે.

વ્હોટ્સએપ નંબર કયો હશે
UTI મ્યુચ્યુઅલ ફંડે જે વ્હોટ્સએપ ચેટ સર્વિસ લોન્ચ કરી છે તેનો નંબર +91-7208081230 છે. આ નવી સર્વિસ લાઈવ ચેટ ઓપ્શનની સાથે 24x7 સપોર્ટ આપશે. રોકાણકારો સરળતાથી NAV, પોર્ટફોલિયો ડિટેઈલ્સ, અકાઉન્ટ અને કેપિટલ ગેન સ્ટેટમેન્ટ, UFC એડ્રેડ અને મેસેજિંગ એપ્લિકેશન દ્વારા પૂછપરછ કરી શકે છે. UTI મ્યુચ્યુઅલ ફંડે કહ્યું, તે રોકાણ સંપાદન, રોકાણકારક સર્વિસિંગ અને રોકાણકાર મેસેજ માટે એક સ્વ-સેવા ચેનલ બનાવવાનું લક્ષ્યાંક છે. તે ઉપરાંત એમ પણ કહ્યું કે, ચેટ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે.

મોબાઈલ નંબરથી SIP, ઈન્ડેક્સ ફંડમાં રોકાણ કરી શકાશે
તે ઉપરાંત ગ્રાહકો વ્હોટ્સએપ ચેટથી ટ્રાન્ઝેક્શન પણ કરી શકે છે. કંપનીએ કહ્યું કે, રોકાણકાર સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન(SIP)માં રોકાણ, STP, ઈન્ડેક્સ ફંડમાં સરળતાથી રોકાણ કરી શકશે. તે સાથે 24X7 ચેટ દ્વારા 30થી વધારે વખત ટ્રાન્ઝેક્શન કરી શકે છે.

ઈમેલ ID પણ અપડેટ કરી શકાશે
યુઝર્સ વ્હોટ્સએપ ચેટ સેવાનો ઉપયોગ કરીને તેમના મોબાઈલ નંબર અને ઈમેલ IDને પણ અપડેટ કરી શકે છે. તેઓ તેના પર નિષ્ણાતો દ્વારા મ્યુચ્યુઅલ ફંડ પર લેખ, વીડિયો વગેરે પણ વાંચી શકે છે. તે UTI મ્યુચ્યુઅલ ફંડના માર્કેટિંગ અને રોકાણ સેવાઓને મજબૂત કરવામાં મદદ કરશે.