તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શું તમે જાણો છો કે ગર્ભાશયમાં બાળક કેવી રીતે મોટું થાય છે? શું તમે કોર્ડ બ્લડ અથવા સ્ટીમ બ્લડ સેલ વિશે સાંભળ્યું છે? જો ના તો અમે તમને અહીં એ વિશે જણાવીશું. આ સગર્ભા સ્ત્રીઓમાં ડેવલપ થતું એવું સેલ છે જેનાથી બાળક મોટું થાય છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ટેમ સેલ એ બ્લડ ફ્લો હોય છે. તે તેના બંને ભાગો એમ્બિલિકલ એટલે કે નાળ અને પ્લેસેન્ટા દ્વારા ગર્ભાશય સુધી પહોંચે છે, જે ગર્ભમાં ઉછરી રહેલા બાળકના સૌથી મહત્ત્પૂર્ણ હોય છે. તેને કોર્ડ બ્લડ અથવા સ્ટેમ સેલ બ્લડ કહેવામાં આવે છે. આ બ્લડ સેલ ફક્ત સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા દરમિયાન જ વિકસિત થાય છે અને તે ફક્ત ગર્ભનાળમાં જ જોવા મળે છે.
સ્ટેમ સેલ બ્લડ કેવી રીતે બેંકમાં સુરક્ષિત રાખવામાં આવે છે?
બાળક ગર્ભાશયમાં માતા સાથે અમ્બિલિકલ કોર્ડ એટલે ગર્ભાશયની દોરી દ્વારા જોડાયેલું છે. તેના દ્વારા બાળક સુધી પોષણ અને ઓક્સિજન પહોંચે છે. ડિલિવરી દરમિયાન અમ્બિલિકલ કોર્ડને ક્લેમ્પ કરવામાં આવે છે એટલે કે તેમાં ચીપિયા લગાવવામાં આવે છે અને પછી ગર્ભનાળ કાપીને માતા અને બાળકને અલગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન નાળમાં રહેલા ફ્રેશ અને એક્સ્ટ્રા સ્ટીમ બ્લડ સેલ બહાર નીકળવા લાગે છે. જેને ડોક્ટર કલેક્ટ કરીને બ્લડ બેંકમાં મોકલે છે. બ્લડ બેંકમાં તેને ડીપ ફ્રીઝિંગ ટેમ્પરેચરમાં રાખવામાં આવે છે.
બ્લડ કોર્ડ લાઇફલાઇન સાબિત થઈ શકે છે
ડિલિવરી પછી જો બાળકમાં કોઈપણ પ્રકારનું બ્લડ ઇમ્યુન સિસ્ટમ ડિસઓર્ડર જેમ કે, લિમ્ફોમા અને સિકલ સેલ ડિસીઝ જોવા મળે તો તેનાથી જ બાળકની સારવાર કરવામાં આવે છે. એક્સપર્ટ્સના જણાવ્યાનુસાર, જો બાળક ભવિષ્યમાં મોટું થયા પછી તેને લિવર, કિડની, ફેફસાંના નુકસાન જેવી કોઈ પ્રકારની સમસ્યા થાય તો આ સેલની મદદ લઈ શકાય છે.
એક્સપર્ટ્સના મતે, આ સેલ ફક્ત તે બાળકને જ આપી શકાય છે જેના જન્મ વખતે તેને સ્ટોર કરીને રાખવામાં આવ્યું હોય. એટલે કે, કોઈ બીજાના બ્લડ સેલ્સ કોઇ અન્ય વ્યક્તિમાં ઉપયોગ નથી કરી શકાતો. પરંતુ એકવાર જો તમે તેને બેંકમાં સ્ટોર કરાવી દો તો જીવનભર તે એક કવરની જેમ રહેશે.
તેને સ્ટોર કરવા માટે તમારે પ્રાઈવેટ બ્લડ બેંકનો સહારો લેવો પડશે. સરકારી બ્લડ બેંક હાલ તેને રિઝર્વ કરવાની સર્વિસ નથી આપી રહી. બ્લડ સેલ બેંકિંગની સુવિધા કોર્ડ લાઈફ સંસ્થાએ જણાવ્યું કે એક વાર બ્લડ સેલ કલેક્ટ કર્યા પછી આગામી 21 વર્ષ સુધી તેને પ્રિઝર્વ કરી શકાય છે. 21 વર્ષની કિંમત 47 હજાર રૂપિયા છે. તેના માટે EMIની પણ સુવિધા મળે છે.
કોર્ડ બ્લડ સેલ આટલા સ્પેશિયલ કેમ છે?
કોર્ડ બ્લડ બેંકિંગ કેવી રીતે કામ કરે છે?
ભારતમાં કોર્ડ બેંકિંગ શરૂ થયે 3થી 4 વર્ષ થયા છે. તેના પર દેશમાં હાલ રિસર્ચ ચાલી રહ્યું છે. કોર્ડ બ્લડ પ્રિઝર્વ કરવા માટે સરકારી મિકેનિઝ્મ હાલ ઉપલબ્ધ નથી, પરંતુ પ્રાઈવેટ બ્લડ બેંક આ સુવિધા આપી રહી છે.
દરેક બ્લડ બેંકનો અલગ-અલગ પ્રિઝર્વ રેટ છે. તેમાં બ્લડ કોર્ડને પ્રિઝર્વ કરવા માટે યુનિક આઈડી આપવામાં આવે છે. આ આઈડી સાથે તેને ફ્રીઝર રેકમાં રાખવામાં આવે છે. જરૂર પડે ત્યારે તમે યુનિક આઈડીનાં માધ્યમથી કોર્ડ બ્લડ કલેક્ટ કરી શકો છો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.