કામના સમાચાર:નવરાત્રિમાં પૈસા ખર્ચ્યા વગર હટકે લુક મેળવવા માટે કરો આ ટ્રિકનો ઉપયોગ

2 દિવસ પહેલા

નવરાત્રિને શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ખૈલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો આપણી આજુબાજુ, ઓફિસ કે સોસાયટીના લોકો પાસે હાલ એક જ સવાલ હશે કે ગરબાની પ્રેક્ટિસ કેવી ચાલી રહી છે? આ બાદનો આઉટફિટને લઈને સવાલ કરવામાં આવશે. જો ચણિયાચોળી ભાડે લઈએ તોપણ મોંઘાં પડે ને ખરીદી કરીએ છીએ તોપણ મોંઘાં પડે છે. આજે અમે તમને કામના સમાચારમાં એવી ટ્રિક જણાવીશું, જેનાથી તમારો 9 દિવસનો લુક સરળતાથી તૈયાર થઈ શકશે અને ખર્ચ પણ મામૂલી આવશે.

આજના અમારા એક્સપર્ટ છે ફેશન ડિઝાઇનર એન્ડ ફેકલ્ટી ઓફ INIFD, ભોપાલ તાજવર ખાન અને મેકઅપ આર્ટિસ્ટ ગુરમીત કૌર, પૂજા શાસ્ત્રી અને રૂપલ અગ્રવાલ
અમે તમને આજે આ આર્ટિકલમાં ત્રણ વાત કરીશું. પહેલા આપણે કપડાં વિશે વાત કરીશું, પછી નિષ્ણાતો જણાવશે કે મેકઅપ કેવી રીતે કરવો અને ત્રીજા ભાગમાં આપણે જ્વેલરી પર ચર્ચા કરીશું અને સમજીશું કે ગરબા ડ્રેસ સિમ્પલ હોય, પરંતુ જ્વેલરી સાથે કોઈ બાંધછોડ કરવામાં ન આવે.

1 ગરબાના આઉટફિટ
વોર્ડરોબમાંથી કપડાં કાઢીને પહેરો, મિક્સ એન્ડ મેચની કોઈ ઝંઝટ નથી-

વિકલ્પ 1
આ 3 વર્કવાળાં કપડાં છે કે નહીં

 • એમ્બ્રોઇડરી ડ્રેસ
 • મિરર વર્ક ડ્રેસ
 • ગોટાપતીવાળો ડ્રેસ

જો તમારી પાસે આ ત્રણ પૈકી કોઈ એક ડ્રેસ હોય તો ગરબાનો એક ડ્રેસ તૈયાર થઇ જશે

વિકલ્પ-2
પ્રિન્ટ અને ફ્રેબિકનું સિલેક્શન મુશ્કેલ નથી

 • જો તમને લાગે કે હેવી અને એમ્બ્રોડરીવાળા આઉટફિટ પહેરવા યોગ્ય છે તો એ જરૂરી નથી.
 • તમે ટાઇગર, કલમકારી, બ્લોક અને બાટિક પ્રિન્ટમાં ડ્રેસ અથવા સાડી પણ પસંદ કરી શકો છો.
 • આ પ્રકારની પ્રિન્ટનો હેતુ, રંગ, ડિઝાઇન પરંપરાગત તહેવારો અનુસાર પરફેક્ટ છે. તમે તેને પહેરો, જ્વેલરી અને મેકઅપથી તમારો લુક હટકે દેખાશે.

વિકલ્પ-3
જો તમારી પાસે બ્રાઇટ કલરનાં કપડાં હોય તો આજે જ કબાટમાંથી કાઢો

 • બધા બ્રાઈટ કલરના સલવાર, કુર્તા, પ્લાઝો તેમજ રેડ, બ્લુ, ઓરેન્જ, નિયોન બધા જ કલરના આઉટફિટ બહાર કાઢી લો.
 • બ્રાઈટ કલરની સૌથી સારી વાત એ છે કે તેઓ આપોઆપ ઉજવણીનો એક ભાગ બની જાય છે.

વિકલ્પ-4
બોર્ડરવાળા જૂના ડ્રેસ

 • જો તમારી પાસે બોર્ડરવાળો જૂનો ડ્રેસ અથવા સાડી હોય અને તમે હવે એને પહેરવાનું પસંદ નથી કરતા હો તો બોર્ડરને અલગ કરી લો.
 • આ બાદ નજીકની ટ્રેલર શોપની મુલાકાત લઈને અથવા જાતે અથવા તમારી કોઈપણ કુર્તી, સ્કર્ટ પર લગાવી દો. આ સાથે નવરાત્રિ માટે નવો આઉટફિટ તૈયાર થઈ જશે.

વિકલ્પ-5
લેસથી કંઈક નવો જ લુક તૈયાર થશે

આમાં તમે ત્રણ પ્રકારના લેસ પસંદ કરીને તમારા કોઈપણ જૂના ડ્રેસ પર લગાવીને ગરબાનો નવો આઉટફિટ બનાવી શકો છો.

 • પોમ લેસ
 • ફ્રેન્ચ લેસ
 • ટેકસેસ લેસ

હવે એવા લોકોને ધ્યાનમાં રાખીને કેટલીક ટિપ્સ, જેઓ હેવી લહેંગા નથી પહેરતાં, પરંતુ લુક હેવી લાગે છે.

આ નવરાત્રિમાં તમે એક પૈસાનો પણ ખર્ચ કર્યા વગર કોટન સ્કર્ટ સાથે લહેંગાનો લુક મેળવી શકો છો. આ ટ્રિકને સરળતાથી સમજવા માટે નીચે આપેલાં ગ્રાફિક્સમાં ફેશન ડિઝાઇનર તાજવર ખાનની ટિપ્સ વાંચો અને અન્ય લોકો સાથે પણ શેર કરો.

હવે આપણે જાણીએ પૈસાનો ખર્ચ કર્યા વગર 3 રીતે લુકને રિક્રિએટ કરી શકાય છે

બ્રાઇટ કલર અનારકલી કુર્તી અને ધોતી સલવાર-
અનારકલી કુર્તીની આગળની 4 કલી કાઢી નાખો, એને ધોતી સલવાર સાથે પહેરીને લુક પૂરો કરી શકો છો .

બાંધણી સાડી અને મિરરવાળું બ્લાઉઝ
લગભગ બધી મહિલાઓ પાસે બાંધણીની સાડીઓ તો હોય જ છે. જો નવરાત્રિમાં એને રિક્રિએટ કરવામાં આવે તો લુકમાં ચાર ચાંદ લાગી શકે છે. બાંધણીની સાડી સાથે રેડીમેડ બ્લાઉઝ પહેરી શકો છો અને સિલ્વર જ્વેલરી સાથે લુકને પૂરો કરી શકો છો.

પ્લેન ડ્રેસ સાથે ભારે દુપટ્ટો
જો તમે ભારે ડ્રેસ પહેરવા નથી માગતા ત્યારે તમે આ લુકને ટ્રાઇ કરી શકો છો. આપણા બધા પાસે પ્લેન ચૂડીદાર તો હોય જ છે, તમે લુકને બંધેજ સિલ્ક દુપટ્ટા, બનારસી દુપટ્ટા અથવા મિરર વર્ક દુપટ્ટા સાથે પૂરો કરી શકો છો.

2. મેકઅપ તો પર્ફેક્ટ જ હોવો જોઈએ
કેટલીક મહિલાઓ તેમના આઉટફિટ અને અન્ય વસ્તુઓ પસંદ કરે છે, પરંતુ તેમના માટે મેક-અપ પર્ફેક્ટ કરવો ચિંતાનો વિષય હોય છે. રૂપલ અગ્રવાલ આવા લોકોને સરળ મેકઅપ ટિપ્સ આપી રહી છે.

ટિપ્સ શીખવા માટે આ વીડિયો પર ક્લિક કરો
ગુરમીત કૌર એક નાના શહેરમાં પાર્લર ચલાવે છે. નાનાં શહેરોમાં આ સમયે શી સ્થિતિ છે, શું મહિલાઓ તમારી પાસે મેકઅપ ટિપ્સ માટે આવે છે? આ અંગે સવાલ કરવામાં આવ્યો હતો.

ગુરમીત કૌર કહે છે, આજકાલ ગરબાનો ક્રેઝ માત્ર ગુજરાતમાં જ નથી, ભારતનાં લગભગ તમામ ગામડાં, નગરો કે નાના શહેરો સુધી પહોંચી ગયો છે. જરૂરી નથી કે તમે દિલ્હી, મુંબઈ, ભોપાલ, ઈન્દોર કે અમદાવાદમાં હોવ, તો જ તમે સારા ગરબે ડ્રેસ કે મેક-અપની વ્યવસ્થા કરી શકશો. કોઈપણ ગામ, નગર કે નાના શહેરમાં તમે ઓછામાં ઓછા પૈસામાં સારો ડ્રેસ અને મેક-અપ કરી શકો છો.

ગુરમીત વધુમાં કહે છે, જરૂરી નથી કે ડ્રેસ સારો હોય તો જ ગરબાનો લુક આવે છે. આ માટે મોંઘી પ્રોડક્ટ ખરીદવાની જરૂર નથી. સિમ્પલ અને નોર્મલ મેકઅપ સાથે કોન્ફિડન્સ રાખવાથી એકદમ સુંદર દેખાઈ શકો છો.

3. જ્વેલરીની પણ આ રીતે રાખો સંભાળ
ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ પૂજા શાસ્ત્રીના જણાવ્યા અનુસાર, ગરબામાં મોટા ભાગે ઓક્સોડાઇઝ સિલ્વર જ્વેલરીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે કેટલીક મહિલાઓ સોના, મોતી, ફૂલ અને ઊનથી બનેલી જ્વેલરી પણ પહેરે છે.

 • જ્વેલરીને પણ અલગ-અલગ રીતે ટ્રાય કરી શકાય
 • મિત્રો સાથે જ્વેલરીની આપ-લે કરો
 • મમ્મીની પણ જ્વેલરી પહેરી શકો છો
 • નેકપીસને હેરબેન્ડ બનાવી શકાય છે.
 • ગરબમાં માંગ ટીકો ન લગાવો, રમતી વખતે પડી જવાનો ભય રહે છે.
 • નેકપીસ અને ઇયરિંગ્સ સાથે તમારા લુકને પૂર્ણ કરો

ગરબાની શરૂઆત ત્રણ તાલી સાથે કેમ કરવામાં આવે છે?
હવે કેટલાક લોકોના મનમાં આ સવાલ આવ્યો હશે કે ગરબાની શરૂઆત ત્રણ તાલીથી કેમ કરવામાં આવે છે. આ પાછળનું કારણ પણ આપણો ધર્મ છે. આ 3 તાળી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સમર્પિત છે. એવું પણ માનવામાં આવે છે કે આ ત્રણ તાળીના અવાજથી આપણે આપણી વચ્ચે માતાને બોલાવીએ છીએ.