તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવા વર્ષને યાદગાર બનાવવા માટે પરિવાર અને ફ્રેન્ડ્સ સાથે તમે આજે મનભરીને ફોટોગ્રાફી કરવાના છો. જો તમે આ યાદગાર પળોને બેસ્ટ ફોટોઝમાં કેદ કરવા માગો છો તો કેટલીક ફોટોગ્રાફી ટિપ્સનું ખાસ ધ્યાન રાખો...
1. રાતે તસવીર લેતા સમયે બ્રાઈટનેસની સમસ્યા રહેશે. મોટા ભાગના સ્માર્ટફોનમાં હવે EIS (ઈલેક્ટ્રોનિક ઈમેજ સ્ટેબિલાઈઝેશન) OIS (ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન) ફીચર મળે છે. જો તો પણ તમે સ્થિરતા મેળવવા માગો છો તો ટ્રાયપોડનો ઉપયોગ કરો.
2. કેમેરા એપમાં રહેલા પ્રો મોડથી શટર સ્પીડ, વ્હાઈટ બેલેન્સ અને ISOને સેટ કરી વધુ કન્ટ્રોલ કરી શકાય છે. જો તમારા ફોનમાં પ્રો મોડ નથી તો થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરી આતીશબાજીની પર્ફેક્ટ ફોટોગ્રાફી કરી શકાય છે.
3. આ સમયે તમારે ડિજિટલ ઝૂમ ઓપ્શનને ભૂલી જવાનો છે. તેનાથી તસવીર બગડે છે. તે રિઝોલ્યુશન ઓછું કરે છે. તેનાથી ફોટોની ક્વોલિટી બગડે છે. તેથી ફોટો ઝૂમ કરવાને બદલે ફૂલ ફોટો લઈ તેને ક્રોપ કરવો સારો ઓપ્શન રહેશે.
4. આતીશબાજીની તસવીરો લેતા સમયે ફ્લેશલાઈટનો પ્રયોગ ન કરો. તેનાથી ફોટો બ્લર થઈ જશે. ફ્લેશથી વાતાવરણમાં રહેલા ભેજ અને ધૂળ ઉજળા બનશે. ફટાકડાના ધમાકા કેદ કરવા માટે તમે બર્સ્ટ અથવા મલ્ટિપલ શોટ્સનો ઉપયોગ કરી શકો છો.
5. સ્માર્ટફોન માટે ઘણા થર્ડ પાર્ટી લેન્સિસ અવેલેબલ છે. ઝૂમ અને વાઈડ એંગલ લેન્સ સૌથી ઉપયોગી છે. ડેકોરેશનની ફોટોગ્રાફી માટે વાઈડ એંગલ લેન્સનો ઉપયોગ કરો.
6. સ્માર્ટફોનથી ફોટોગ્રાફી કરવાનો ફાયદો એ છે કે તેમાં ફિલ્ટર્સનો ઉપયોગ કરી શકાય છે. તે DSLRમાં સંભવ નથી. વિવિધ ફિલ્ટર્સનો ઉપયોગ કરી તમે મનગમતી ફોટોગ્રાફી કરી શકો છો.
7. ફોટોઝ એડિટ કરતા સમયે તેની બ્રાઈટનેસ અને શાર્પનેસને એડ્જસ્ટ કરવાથી બચવું. તેને નેચરલ જ રાખવી.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.