તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • US Raises Tourist Visa Premium Processing Fees By Up To 75%, New Rates Effective October 19

ભાવવધારો:અમેરિકાએ ટૂરિસ્ટ વિઝાની પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં 75% સુધીનો વધારો કર્યો, નવા દર 19 ઓક્ટોબરથી અમલમાં આવશે

4 દિવસ પહેલા
  • પ્રીમિયમ પ્રોસેસિંગ માટે હવે 2,500 ડોલરનું પેમેન્ટ કરવું પડશે
  • વિઝા અરજી પર ટૂંક સમયમાં નિર્ણય આવે એ માટે પ્રીમિયમ ફી આપવામાં આવે છે

અમેરિકાએ ટૂરિસ્ટ વિઝાની પ્રીમિયમ પ્રોસેસિંગ માટે લેવામાં આવતી ફીમાં 75%નો વધારો કર્યો છે. તેની અસર H-1B વિઝા અને તેમના પરિવારના વિઝાની અરજી પર પડશે. યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIC) દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર, નવા દર 19 ઓક્ટોબરથી અમલમાં આવશે.

હવે આટલી ફી ચૂકવવી પડશે
નિવેદનમાં જણાવ્યા અનુસાર, હવે પ્રીમિયમ પ્રોસેસિંગ માટે 1440 ડોલરને બદલે 2500 ડોલર ચૂકવવા પડશે. H-2B અને R1 સિવાય અન્ય તમામ વિઝા અરજીઓની પ્રીમિયમ પ્રોસેસ માટે આ ફી ચૂકવવાની રહેશે. તેમજ, H2B અને R1 વિઝા એપ્લિકેશન માટેની પ્રોસેસિંગ ફી વધારા પછી 1500 ડોલર થઈ ગઈ છે.

પ્રીમિયમ પ્રોસેસિંગ ફી શું હોય છે?
વિઝા અરજીઓના ઝડપી નિર્ણય માટે પ્રીમિયમ પ્રોસેસિંગ ફી ચૂકવવામાં આવે છે. જો પ્રીમિયમ ફી ચૂકવવામાં નહીં આવે તો વિઝા અરજી અંગેના નિર્ણયમાં મહિનાઓ લાગે છે. આ ભારતીય રેલવેની તત્કાલ ટ્રેન ટિકિટની સિસ્ટમ જેવી છે.

ભારતની IT કંપનીઓની કિંમત વધશે
ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સનું કહેવું છે કે, ભારતની IT કંપનીઓ અમેરિકામાં નવા લોકોને નોકરી આપી રહી છે. પ્રીમિયમ પ્રોસેસિંગ ફીમાં વધારાથી ટૂંકા ગાળામાં આ IT કંપનીઓની કિંમત વધશે. આ ઉપરાંત, વિઝા સંબંધિત મુદ્દાઓ પણ વધશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો