તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • UPSC Releases Revised Schedule Of Interview For IES And ISS Exams, Personality Tests To Start From July 19

UPSC IES-ISS 2020:UPSCએ IES અને ISS પરીક્ષાનાં ઈન્ટરવ્યૂનું રિવાઈઝ્ડ શેડ્યુલ જાહેર કર્યું. 19 જુલાઈથી પર્સનાલિટી ટેસ્ટ શરુ થશે

3 મહિનો પહેલા
  • પર્સનાલિટી ટેસ્ટ બે શિફ્ટમાં લેવામાં આવશે
  • કમિશન ટૂંક સમયમાં કેન્ડિડેટ્સને ઈન્ટરવ્યૂ માટે કોલ લેટર જાહેર કરશે
  • IES માટે 20 અને ISS માટે 98 કેન્ડિડેટ્સ સામેલ થશે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ ઇન્ડિયન ઈકોનોમિક સર્વિસ (IES)અને ઇન્ડિયન સ્ટેટિકલ સર્વિસ (ISS) પરીક્ષા 2020ના ઈન્ટરવ્યૂ માટે રિવાઈઝ્ડ શેડ્યુલ જાહેર કર્યું છે. કમિશને જાહેર કરેલી નોટિફિકેશન પ્રમાણે IES-ISS પરીક્ષા 2020 માટે પર્સનાલિટી ટેસ્ટ 19 જુલાઈ 2021થી શરુ થશે.

બે શિફ્ટમાં ઈન્ટરવ્યૂ થશે
પર્સનાલિટી ટેસ્ટ બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટ સવારે 9 વાગ્યે શરુ થશે અને બીજી શિફ્ટ બપોરે 1 વાગ્યે શરુ થશે. કમિશન ટૂંક સમયમાં કેન્ડિડેટ્સને ઈન્ટરવ્યૂ માટે કોલ લેટર જાહેર કરશે. આ પરીક્ષામાં સામેલ વિદ્યાર્થીઓ કમિશનની ઓફિશિયલ વેબસાઈટ www.upsc.gov.in પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

IES માટે 20 અને ISS માટે 98 કેન્ડિડેટ્સ સામેલ થશે
ઉમેદવાર ઇન્ટરવ્યૂની તારીખમાં કોઈ ફેરફાર નહીં કરી શકે. નક્કી કરેલી તારીખે જ કેન્ડિડેટ્સને ઈન્ટરવ્યૂ માટે હાજર રહેવું પડશે. જાણકારી પ્રમાણે, UPSCની IESનાં ઈન્ટરવ્યૂમાં કુલ 20 કેન્ડિડેટ્સ સામેલ થશે અને ISS પરીક્ષાનાં ઇન્ટરવ્યૂ માટે કુલ 98 કેન્ડિડેટ્સનું સિલેક્શન કરવામાં આવ્યું છે.