તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • UPSC Releases Interview Schedule For Civil Services 2020, Personality Test To Be Held From August 2 To September 22

UPSC સિવિલ સર્વિસ 2020:UPSCએ સિવિલ સર્વિસ 2020 માટે ઈન્ટરવ્યૂનું શેડ્યુલ જાહેર કર્યું, 2 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર સુધી પર્સનાલિટી ટેસ્ટ લેવાશે

2 મહિનો પહેલા
  • આની પહેલાં આ ઈન્ટરવ્યૂ 26 એપ્રિલના રોજ લેવાવાના હતા
  • ઈન્ટરવ્યૂ સવારે અને સાંજે એમ બે સેશનમાં લેવાશે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC)એ સિવિલ સર્વિસ 2020ના ઈન્ટરવ્યૂનું શેડ્યુલ જાહેર કર્યું છે. સિવિલ સર્વિસની પ્રી અને મેન્સ એક્ઝામ ક્વોલિફાય કરી ચૂકેલા વિદ્યાર્થીઓ UPSCની ઓફિશિયલ વેબસાઈટ www.upsc.gov.in દ્વારા ઇન્ટરવ્યૂનું શેડ્યુલ ચેક કરી શકે છે. ઈન્ટરવ્યૂ 2 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર 2021 સુધી લેવામાં આવશે. આની પહેલાં આ ઈન્ટરવ્યૂ 26 એપ્રિલના રોજ લેવાવાના હતા, પણ કોરોનાને લીધે પોસ્ટપોન કર્યા હતા.

પર્સનાલિટી ટેસ્ટ લેટર ટૂંક સમયમાં જાહેર થશે
UPSCએ શેર કરેલા શેડ્યુલ પ્રમાણે, હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને કમિશને નિર્ણય કર્યો છે કે, UPSC સિવિલ સર્વિસ 2020 પર્સનાલિટી ટેસ્ટ 2 ઓગસ્ટથી શરુ કરવામાં આવશે. ઈન્ટરવ્યૂ માટે સિલેક્ટેડ કેન્ડિડેટ્સ માટે ટેસ્ટ લેસ્ટ જલ્દી જાહેર થશે. વધારે જાણકારી માટે www.upsc.gov.in પર વિઝિટ કરો.

ઈન્ટરવ્યૂ બે સેશનમાં લેવાશે
જાહેર કરેલા શેડ્યુલ મુજબ, ઈન્ટરવ્યૂ સવારે અને સાંજે એમ બે સેશનમાં લેવાશે. પ્રથમ સેશન સવારે 9 વાગ્યાથી શરુ થશે અને બીજું સેશન બપોરે 1 વાગ્યાથી શરુ થશે. પર્સનાલિટી ટેસ્ટ લેટરમાં ઉમેદવારને તેમના ઇન્ટરવ્યૂનો ટાઈમ ખબર પડી જશે.

23 માર્ચના રોજ મેન્સનું રિઝલ્ટ જાહેર થયું હતું
UPSC સિવિલ સર્વિસ 2020 મેન્સ પરીક્ષાનું રિઝલ્ટ 23 માર્ચના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં પાસ થનારા કેન્ડિડેટ્સ ઈન્ટરવ્યૂ રાઉન્ડમાં સામેલ થશે. કોરોના મહામારીને લીધે ઈન્ટરવ્યૂનું શેડ્યુલ પોસ્ટપોન કરવું પડ્યું હતું, પરંતુ હવે કમિશન કોરોનાની સ્થિતિ જોઇને નવી તારીખની જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...