UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)એ કમ્બાઈન્ડ જિયો સાયન્ટિસ્ટ મુખ્ય પરીક્ષા 2021નું પરિણામ જાહેર કર્યું છે. પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવારો આયોગની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.inનાં માધ્યમથી પરિણામ જોઈ શકે છે. આયોગે વેબસાઈટ પર ઈન્ટરવ્યૂ માટે સિલેક્ટ થયેલા ઉમેદવારોનું રોલ નંબર પ્રમાણે લિસ્ટ જાહેર કર્યું છે. ઉમેદવારો 24 ઓગસ્ટથી DAF (ડિટેઈલ્ડ એપ્લિકેશન ફોર્મ) ભરી શકશે.
17-18 જુલાઈએ યોજાઈ હતી પરીક્ષા
UPSCએ 17 અને 18 જુલાઈએ કમ્બાઈન્ડ જિયો સાયન્ટિસ્ટ મુખ્ય પરીક્ષા 2021 લીધી હતી. પરીક્ષા 2 શિફ્ટમાં લેવાઈ હતી. પ્રથમ શિફ્ટમાં સવારે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી અને બીજી શિફ્ટમાં બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી યોજાઈ હતી. પરીક્ષામાં સામેલ થનારા ઉમેદવારો માટે એડમિટ કાર્ડ 25 જૂને ઈશ્યુ થયા હતા.
આ રીતે પરિણામ ચકાસો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.