તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • UPSC Postponed Civil Services Preliminary Exam 2021 Amid Coronavirus, Now The Exam To Be Held On October 10

UPSC:સિવિલ સર્વિસ પ્રિલિમનરી એક્ઝામ 2021 પોસ્ટપોન થઈ, 27 જૂનને બદલે 10 ઓક્ટોબરના રોજ લેવાશે

4 મહિનો પહેલા
  • કોરોના મહામારીમાં દેશની સ્થિતિ જોઇને કમિશને આ નિર્ણય લીધો છે
  • કોરોનાની બીજી લહેરમાં દેશમાં અનેક પરીક્ષાઓ પોસ્ટપોન થઇ છે

દેશમાં વધી રહેલા કોરોના કેસને લીધે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસ પ્રિલિમનરી એક્ઝામ 2021 પોસ્ટપોન કરવાનો નિર્ણય કર્યો છે. આ વિશે કમિશને ઓફિશિયલ વેબસાઈટ પર નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપી છે. આ પરીક્ષા 27 જૂને યોજાવાની હતી, પણ હવે 10 ઓક્ટોબરે લેવાશે .

મહામારીને લીધે આટલી પરીક્ષાઓ સ્થગિત થઈ:
ઈગ્નુએ પણ પરીક્ષા મોકૂફ રાખી

ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી(ઇગ્નુ)એ દેશમાં વધી રહેલા કોરોના કેસ અને કપરી સ્થિતિને ધ્યાનમાં રાખી જૂન ટર્મ એન્ડ એક્ઝામિનેશન (TEE) સ્થગિત કરી હતી. આ પરીક્ષા 15 જૂનથી શરુ થવાની હતી. હાલ પરીક્ષાની નવી તારીખ વિશે કોઈ જાણકારી આપી નથી. જો કે, વિદ્યાર્થીઓને પરીક્ષા શરુ થયાને ઓછામાં ઓછા 21 દિવસ પહેલાં માહિતી આપવામાં આવશે.

ઇન્ડિયન આર્મીની પરીક્ષા પોસ્ટપોન
મહામારીની સ્થિતિ જોઈને ભારતીય સેનાએ ઇન્ડિયન આર્મી કોમન એન્ટ્રન્સ એક્ઝામ મોકૂફ કરી. આ પરીક્ષા આર્મી સેન્ટર, હૈદરાબાદમાં 30મેના રોજ યોજાવાની હતી. દેશમાં કોરોનાનાં વધી રહેલા કેસ જોઈને આ નિર્ણય લીધો છે. પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

આની પહેલાં ઇન્ડિયન આર્મીએ જયપુર અને જોધપુરમાં યોજાનારી ઇન્ડિયન આર્મી ભરતી પરીક્ષાને સ્થગિત કરી હતી. આ પરીક્ષા 30 મેના રોજ જયપુર અને જોધપુરમાં લેવાની હતી. દેશમાં કોરોનાની બીજી લહેરને લીધે અત્યાર સુધી ઘણી પરીક્ષા કેન્સલ થઈ છે.

CBSE સહિત અલગ-અલગ બોર્ડે પરીક્ષા સ્થગિત કરી
CBSE,CISCE,યુપી, એમપી બોર્ડ સહિત દેશમાં અલગ-અલગ રાજ્યોના બોર્ડે ધોરણ 10અને 12ની પરીક્ષા મોકૂફ રાખી છે. CBSEએ ધોરણ 10ની પરીક્ષા કેન્સલ કરી અને ધોરણ 12ની પરીક્ષા વિશે પછી નિર્ણય લેવામાં આવશે.