• Gujarati News
  • Utility
  • UPSC NDA NA 2020| UPSC Released NDA NA Exam Ansker Key, Download Through Official Website Upsc.gov.in

UPSC NDA / NA 2020:UPSCએ NDA- NA પરીક્ષાની આન્સર કી જાહેર કરી, ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.inનાં માધ્યમથી ડાઉનલોડ કરી શકાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • UPSCએ મેથેમેટિક્સ અને ગ્રેજ્યુએટ એસેસમેન્ટ ટેસ્ટની આન્સર કી જાહેર કરી
  • આ પરીક્ષા 6 સપ્ટેમ્બર 2020એ યોજાઈ હતી અને તેનું પરિણામ 6 માર્ચ 2021એ આવ્યું હતું

UPSCએ NDA / NA 2020 પરીક્ષાની આન્સર કી જાહેર કરી છે. પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.inનાં માધ્યમથી આન્સર કી ડાઉનલોડ કરી શકે છે. આયોગે મેથેમેટિક્સ અને GAT (ગ્રેજ્યુએટ એસેસમેન્ટ ટેસ્ટ) બંને પેપર્સની આન્સર કી જાહેર કરી છે.

6 સપ્ટેમ્બર 2020એ પરીક્ષા યોજાઈ હતી
UPSCએ 6 સપ્ટેમ્બર 2020એ NDA/NA 2020 પરીક્ષા આયોજીત કરી હતી. પરીક્ષાનું રિઝલ્ટ 6 માર્ચ 2021એ જાહેર થયું હતું. યોગ્ય ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા, SSB ઈન્ટરવ્યૂ અને મેડિકલ ટેસ્ટને આધારે કરવામાં આવશે.

આ રીતે આન્સર કી ડાઉનલોડ કરો

  • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર જાઓ.
  • હવે એક્ઝામિનેશન કોલમમાં જઈ એક્ટિવ એક્ઝામ પર ક્લિક કરો.
  • ઓપન થતાં નવાં પેજમાં NDA/NA 2020ની લિંક પર ક્લિક કરો.
  • હવે નવાં પેજ પર આન્સર કી પર ક્લિક કરો.
  • આન્સર કી સ્ક્રીન પર ઓપન થશે હવે તેને ડાઉનલોડ કરો.