તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • UPSC Issues Notification For Recruitment To Engineering Posts, Application Process For 215 Posts Will Continue Till April 27

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી નોકરી:UPSCએ એન્જિનિયરિંગ પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું, 215 પદો માટેની અરજી પ્રક્રિયા 27 એપ્રિલ સુધી ચાલુ રહેશે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સરકારી સંસ્થાઓમાં એન્જિનિયરિંગ પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. નોટિફિકેશન જાહેર કરવાની સાથે જ ઓનલાઈન અરજીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. આ પદો માટે ઉમેદવારોનું સિલેક્શન લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે. ઈચ્છુક ઉમેદવારો UPSC ESE પરીક્ષા 2021 માટે જાહેર નોટિફિકેશન ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પરથી ડાઉનલોડ કરી શકે છે.

આ પરીક્ષામાં સામેલ થવા માટે ઇચ્છુક ઉમેદવારો કમિશનના ઓફિશિયલ એપ્લિકેશન પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે. આ પદો માટે ઓનલાઈન અપ્લાય કરવાની છેલ્લી તારીખ 27 એપ્રિલ નક્કી કરવામાં આવી છે.

લાયકાત
આ પદો માટે અરજી કરનાર ઉમેદવારો કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવા જોઈએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સંબંધિત વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા
પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવારોની ઓછામાં ઓછી 21 વર્ષની અને વધુમાં વધુ 30 વર્ષની નક્કી કરવામાં આવી છે. જો કે, રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને નિયમો પ્રમાણે વર્ય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

મહત્ત્વની તારીખો

નોટિફિકેશન જાહેર થવાની તારીખ7 એપ્રિલ
અરજી શરૂ થવાની પ્રક્રિયા7 એપ્રિલ
અરજી કરવાની છેલ્લી તારીખ27 એપ્રિલ
પ્રિલિમ પરીક્ષાની સંભવિત તારીખ18 જુલાઈ
મેઈન એક્ઝામની તારીખહજી સુધી નક્કી નથી

સિલેક્શન પ્રોસેસ
આ પદો માટે ઉમેદવારોનું સિલેક્શન પ્રિલિમ, મેઈન એક્ઝામ અને ઈન્ટરવ્યુમાં પ્રદર્શનના આધારે કરવામાં આવશે. તેના અંતર્ગત પ્રિલિમ પરીક્ષા 500 ગુણની હોય છે. જ્યારે મુખ્ય પરીક્ષા 600 ગુણની છે. તેમજ ઈન્ટરવ્યુ 200 ગુણનું હોય છે.

એપ્લિકેશન ફી
જનરલ,OBC, EWS- 200 રૂપિયા
SC,ST, PH, મહિલા- કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
ઇચ્છુક અને લાયક ઉમેદવારો નક્કી તારીખ પહેલા આયોગની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે. વધુ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

દર વર્ષે પરીક્ષા થાય છે
UPSC દર વર્ષે સરકારી કાર્યો, પાવર અને ટેલિકમ્યુનિકેશન્સ, રેલવે, રસ્તાઓ અને સરકારી સંસ્થાઓમાં એન્જિનિયરિંગ પોસ્ટ્સ પર ભરતી માટે એન્જિનિયરિંગ સર્વિસિસ પરીક્ષા (ESE)નુ આયોજન કરે છે.

ઓફિશિયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો