તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • UPSC Increase The Number Of IPS Posts Under The Civil Services Examination, Now The Appointment Will Be Done On 200 Posts Instead Of 150

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UPSC:સિવિલ સેવા પરીક્ષા હેઠળ IPSના પદોમાં વધારો થયો, હવે 150ને બદલે 200 પદો પર ભરતી થશે

એક મહિનો પહેલા
  • કેન્દ્ર સરકારમાં કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી
  • આ પદો માટે સરકાર CSE પરીક્ષાઓનું આયોજન કરે છે

કેન્દ્ર સરકારે UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની સિવિલ સેવા (CSE)2020 હેઠળ IPS (ઈન્ડિયન પોલીસ સર્વિસ)ની સંખ્યામાં વધારો કર્યો છે. વધારા સાથે હવે IPSમાં 200 પદો માટે ભરતી કરવામાં આવશે. અત્યાર સુધી તેની સંખ્યા 150 હતી. આ વિશે કેન્દ્ર સરકારમાં કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં એક લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.

કેન્દ્રીય મંત્રીએ લોકસભામાં જવાબ આપ્યો
લોકસભામાં આપેલા લેખિત જવાબમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે બસવાન સમિતિની ભલામણો અને સક્ષમ અધિકારીની મંજૂરી સાથે દર વર્ષે CSE-2018 બાદ 180 IAS અધિકારીઓની ભરતી કરવામાં આવતી હતી. જ્યારે IPS અધિકારીની સંખ્યા 150 જ હતી. હવે તેને વધારી CSE-2020 પછી 200 કરવામાં આવી છે.

IAS, IPS જેવા પદો માટે ભરતી માટે પરીક્ષા યોજાય છે
UPSC દર વર્ષે IAS, IPS અને અન્ય સર્વિસના ખાલી પદો માટે CSEનું આયોજન કરે છે. આ પરીક્ષા પ્રીલિમ્સ, મેઈન અને ઈન્ટરવ્યૂ એમ 3 રાઉન્ડમાં થાય છે. ત્રણેય રાઉન્ડમાં સફળ રહેલા ઉમેદવારોની નિયુક્તિ કરવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો