• Gujarati News
  • Utility
  • UPSC IES, ISS 2020| UPSC Has Released The Answer Key Of Indian Economic Service And Indian Statistical Service Examination, Download Through Upsc.gov.in

UPSC IES, ISS 2020:કમિશને ઈન્ડિયન ઈકોનોમિક અને ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસ પરીક્ષાની આન્સર-કી જાહેર કરી, ઓફિશિયલ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આયોગે UPSC IES, ISS પરીક્ષા 2020નું રિઝલ્ટ જાહેર કરી દીધું છે
  • UPSC IESમાં 15 અને ISS એક્ઝામમાં 50 કેન્ડિડેટ્સ પાસ થયા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ ઈન્ડિયન ઈકોનોમિક સર્વિસ (IES),ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસ (ISS) પરીક્ષા 2020ની આન્સર-કી જાહેર કરી છે. કમિશને બંને પરીક્ષાની આન્સર-કી Pdf ફોર્મેટ જાહેર કર્યું છે. આ પરીક્ષામાં સામેલ કેન્ડિડેટ્સ UPSCની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર આન્સર-કી ચેક કરી શકે છે.

કમિશને રિઝલ્ટ જાહેર કર્યું
આની પહેલાં આયોગે UPSC IES, ISS પરીક્ષા 2020નું રિઝલ્ટ જાહેર કર્યું હતું. જાહેર કરેલા રિઝલ્ટને આધારે આયોગે ઇન્ડિયન ઈકોનોમિક સર્વિસ એક્ઝામ 2020માં પાસ થયેલા 15 કેન્ડિડેટ્સના માર્ક્સ જાહેર કર્યા હતા. આ રીતે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસ એક્ઝામ 2020માં સફળ થયેલા 50 કેન્ડિડેટ્સના માર્ક્સ જાહેર કર્યા છે. વધારે જાણકારી માટે ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટની વિઝિટ કરી શકે છે.

આ રીતે આન્સર-કી ચેક કરો

  • સૌપ્રથમ કમિશનની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર જાઓ.
  • અહીં હોમપેજ પર અવેલેબલ ‘એક્ઝામ’ ટેબ પર ક્લિક કરો.
  • હવે ડ્રોપ ડાઉન લિસ્ટમાં આન્સર-કી પર ક્લિક કરો.
  • નવું પેજ ખુલે એટલે IES-ISS એક્ઝામ 2020 પેપર I અને પેપર II ઓપ્શન દેખાશે.
  • હવે તમારે જે આન્સર-કી જોવી હોય તેના પર ક્લિક કરો.
  • UPSC IES, ISS પરીક્ષા 2020 આન્સર-કીની સાથે એક નવી વિન્ડો ઓપન થશે
  • Pdf ફોર્મેટમાં આન્સર-કી ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ લઇ લો.