તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • UPSC Has Released The Admit Card For The National Defense Academy Recruitment Examination, The Exam To Be Conducted On April 18

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

UPSC NDA 2021:UPSCએ નેશનલ ડિફેન્સ એકેડેમી ભરતી પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા, 18 એપ્રિલે પરીક્ષા યોજાશે

એક મહિનો પહેલા
  • આ પરીક્ષાનાં માધ્યમથી આર્મી, એરફોર્સ અને નેવીના વિવિધ પદો પર ઉમેદવારોની નિયુક્તિ કરવામાં આવશે
  • UPSCની ઓફિશિયલ વેબસાઈટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે

UPSC (યુનિયન પબ્લિક સર્વિસ પબ્લિકેશન)એ નેશનલ ડિફેન્સ એકેડેમીની ભરતી પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યાં છે. પરીક્ષા માટે અરજી કરનારા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.inનાં માધ્યમથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

18 એપ્રિલે પરીક્ષા યોજાશે
આ પરીક્ષા 18 એપ્રિલ 2021ના રોજ યોજાશે. ઉમેદવારો ઓનલાઈન એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ કાઢી શકે છે. પરીક્ષા સંબંધિત મહત્ત્વના સૂચનો એડમિટ કાર્ડ પર જ આપેલા છે. આ ભરતી પરીક્ષાનાં માધ્યમથી આર્મી, એરફોર્સ અને નેવીના વિવિધ પદો પર ઉમેદવારોની નિયુક્તિ કરવામાં આવશે.

આ વાતોનું ધ્યાન રાખો
પરીક્ષા કેન્દ્ર પર જતાં પહેલાં આધાર કાર્ડ, એડમિટ કાર્ડ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ ચેક કરી લો. સાથે જ એક પાસપોર્ટ સાઈઝનો ફોટો પણ રાખો. પરીક્ષાના સમય કરતાં 15 મિનિટ પહેલાં કેન્દ્ર પર પહોંચી જવું. આ સિવાય એડમિટ કાર્ડ પર આપેલા સૂચનો જરૂર વાંચવા.

આ રીતે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો
સૌ પ્રથમ UPSCની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર જાઓ. અહીં એડમિટ કાર્ડ ડાઉનલોડની લિંક પર ક્લિક કરી રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ સબમિટ કરો. ત્યારબાદ માગેલી ડિટેલ ભરી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો