તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • UPSC Has Opened The Window For Withdrawal Of Applications, Candidates Will Be Able To Return The Application Till July 12

UPSC NDA 2021:કેન્ડિડેટ્સ એપ્લિકેશન પરત લઇ શકે તે માટે કમિશન 12 જુલાઈ સુધી વિન્ડો ઓપન રાખશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડમીની પરીક્ષા 14 નવેમ્બરે લેવામાં આવશે
  • આ પરીક્ષા દ્વારા કુલ 400 જગ્યા પર ભરતી કરવામાં આવશે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)અને નેવલ એકેડમી (NA) પરીક્ષા માટે અરજી પરત કરવા વિન્ડો ઓપન કરી છે. જે કેન્ડિડેટ્સ તેમની એપ્લિકેશન પરત લેવા માગતા હોય તેઓ UPSCની ઓફિશિયલ વેબસાઈટ upsconline.nic.in પર પ્રોસેસ કરી શકે છે. એપ્લિકેશન પરત લેવાની છેલ્લી તારીખ 12 જુલાઈ છે.

14 નવેમ્બરથી પરીક્ષા શરુ થશે
આ વખતે નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડમીની પરીક્ષા 14 નવેમ્બરે લેવામાં આવશે. આની પહેલાં આ પરીક્ષા 5 સપ્ટેમ્બરે યોજાવાની હતી પણ કમિશને તારીખ બદલીને 14 નવેમ્બર કરી. આ પરીક્ષા દ્વારા કુલ 400 જગ્યા પર ભરતી કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

એપ્લિકેશન પરત લેવા આ રીતે પ્રોસેસ કરો:

  • સૌપ્રથમ UPSCના ઓફિશિયલ પોર્ટલ upsconline.nic.in પર જાઓ.
  • હોમપેજ પર અરજી પરત લેવાની ઓનલાઈન લિંક પર ક્લિક કરો.
  • હવે નવી ટેબ ખુલે એટલે તેમાં રજીસ્ટ્રેશન ID લખીને કંટીન્યુ પર ક્લિક કરો.
  • હવે આગળની પ્રોસેસ પૂરી કરીને તમે આ પરીક્ષાની અરજી પરત લઈ શકો છો.
અન્ય સમાચારો પણ છે...