• Gujarati News
  • Utility
  • UPSC Exam Calender 2022| UPSC Released The Schedule Of Various Recruitment Examinations To Be Held In Year 2021 22, Civil Services Pre Exam 2022 To Be Held On June 5

UPSC 2022નું કેલેન્ડર જાહેર:NDA 10 એપ્રિલ અને 5 જૂને સિવિલ સર્વિસ પ્રિલિમ્સ લેવાશે, મેન એક્ઝામની તારીખ 16 સપ્ટેમ્બર નક્કી કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સિવિલ સર્વિસ એક્ઝામ 2022 માટે નોટિફિકેશન 2 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે
  • એપ્લિકેશન લિંક 22 ફેબ્રુઆરી 2022 સુધી ચાલુ રહેશે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ 2022માં યોજાનારી પરીક્ષાની શેડ્યુલ જાહેર કર્યું છે. જાહેર કરેલા શેડ્યુલ પ્રમાણે, UPSC પ્રિલિમ્સ પરીક્ષા 5 જૂનના રોજ લેવામાં આવશે. સિવિલ સર્વિસ એક્ઝામ 2022 માટે નોટિફિકેશન 2 ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે, જ્યારે એપ્લિકેશન લિંક 22 ફેબ્રુઆરી 2022 સુધી ચાલુ રહેશે.

16 સપ્ટેમ્બરે સિવિલ સર્વિસ મુખ્ય પરીક્ષા
પરીક્ષાનાં કેલેન્ડર પ્રમાણે, સિવિલ સર્વિસ મુખ્ય પરીક્ષા 16 સપ્ટેમ્બર 2022થી શરુ થશે. આ ઉપરાંત એન્જિનિયરિંગ સર્વિસ એક્ઝામ, કમ્બાઈન્ડ જિઓલોજિકલ સર્વિસ એક્ઝામ, ઇન્ડિયન ઈકોનોમિક સર્વિસ એક્ઝામ, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસ એક્ઝામ, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ એક્ઝામની તારીખ પણ જાહેર કરી છે.

આ રીતે ડાઉનલોડ કરો

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર જાઓ.
  • અહીં હોમપેજ પર Examination સેક્શનમાં જાઓ.
  • હવે એક્ઝામ કેલેન્ડરની લિંક પર ક્લિક કરો.
  • નવા પેજ પર 2022 એક્ઝામ કેલેન્ડરની લિંક પર ક્લિક કરો.
  • એક્ઝામ કેલેન્ડર Pdf ફોર્મેટમાં સ્ક્રીન પર ખુલશે.

એક્ઝામ કેલેન્ડર જોવા અહીં ક્લિક કરો

અન્ય સમાચારો પણ છે...