તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • UPSC ESE 2021| Union Public Service Commission Released The Schedule Of Engineering Service Exam, The Exam Will Be Held In Two Shifts On July 18

UPSC ESE 2021:યુનિયન પબ્લિક સર્વિસ કમિશને એન્જિનિયરિંગ સર્વિસ એક્ઝામનું શેડ્યુલ જાહેર કર્યું, 18 જુલાઈએ બે શિફ્ટમાં પરીક્ષા લેવાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18 જુલાઈએ યોજાનારી પ્રિલિમ્સ એક્ઝામમાં પાસ થનારા કેન્ડિડેટ્સ મેન્સ એક્ઝામમાં સામેલ થશે
  • પ્રથમ પેપર 200 માર્ક્સ અને બીજું પેપર 300 માર્ક્સનું હશે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ એન્જિનિયરિંગ સર્વિસ એક્ઝામ માટે ટાઈમટેબલ જાહેર કર્યું છે. કમિશને શેડ્યુલ જાહેર કરીને જણાવ્યું કે UPSC એન્જિનિયરિંગ સર્વિસ એક્ઝામ 18 જુલાઈના રોજ લેવાશે. પરીક્ષામાં સામેલ થનારા કેન્ડિડેટ્સ UPSCની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર શેડ્યુલ જોઈ શકે છે.

બે શિફ્ટમાં એક્ઝામ લેવાશે
18 જુલાઈએ યોજાનારી પ્રિલિમ્સ એક્ઝામમાં પાસ થનારા કેન્ડિડેટ્સ મેન્સ એક્ઝામમાં સામેલ થશે. મેન્સ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. પ્રિલિમ્સ પરીક્ષા માટે એડમિટ કાર્ડ ત્રણ અઠવાડિયાં પહેલાં જાહેર કરવામાં આવશે. પરીક્ષા બે શિફ્ટમાં લેવાશે. આ માટે પ્રથમ શિફ્ટ સવારે 10 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી હશે અને બીજી શિફ્ટ બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી હશે.

આ એક્ઝામ પેટર્ન હશે
પ્રથમ પેપર 200 માર્ક્સનું હશે અને તે માટે 2 કલાકનો સમય આપવામાં આવશે. બીજું પેપર 3 કલાકનું 300 માર્ક્સનું હશે. આ એક્ઝામ દ્વારા સિવિલ, મેકેનિકલ, ઈલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રોનિક્સ, ટેલીકોમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ સર્વિસનાં ગ્રુપ A અને Bની જગ્યા પર ભરતી કરવામાં આવશે.

ઓફિશિયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો: