• Gujarati News
  • Utility
  • UPSC Announces Results Of Indian Economic Service Exam, Selected Candidates Can Submit DAF From 02 To 12 February

UPSC IES/ISS- 2020:UPSCએ ઈન્ડિયન ઈકોનોમિક સર્વિસ એક્ઝામનું રિઝલ્ટ જાહેર કર્યું, સિલેક્ટેડ ઉમેદવારો DAF 02થી 12 ફેબ્રુઆરી સુધી એપ્લિકેશન ફોર્મ સબમિટ કરી શકે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ ઈન્ડિયન ઈકોનોમિક સર્વિસ/ ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસ એક્ઝામ (IES/ISS) 2020નું રિઝલ્ટ જાહેર કરી દીધું છે. પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવારો UPSCની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in દ્વારા તેમનું રિઝલ્ટ ચેક કરી શકે છે. આયોગે વેબસાઈટ પર સિલેક્ટ થયેલા ઉમેદવારોનો રોલ નંબર પણ અપલોડ કર્યા છે.

02થી ફેબ્રુઆરી સુધી DAF ભરીને સબમિટ કરવું પડશે
પરીક્ષામાં સામેલ થયેલા ઉમેદવારોએ હવે ડિટેલ્ડ એપ્લિકેશન ફોર્મ (DAF) ભરીને સબમિટ કરવું પડશે. ઉમેદવારો 02થી 12 ફેબ્રુઆરી સુધી વેબસાઈટ upsconline.nic.in દ્વારા આ ફોર્મ ભરી શકે છે. મેઈન્સ એક્ઝામ પાસ થયેલા ઉમેદવારો હવે ઈન્ટરવ્યુ/પર્સનાલિટી ટેસ્ટમાં સામેલ થવું પડશે. જો કે, અત્યાર સુધી આયોગની તરફથી આ વિશે કોઈ જાણકારી નથી આપવામાં આવી. આવી સ્થિતિમાં લેટેસ્ટ અપડેટ માટે ઓફિશિયલ વેબસાઈટ વિઝિટ કરતા રહેવું.

આ રીતે ચેક કરો રિઝલ્ટ

  • સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર જવું
  • હોમપેજ પર IES/ISS 2020 એક્ઝામની લિંક પર ક્લિક કરો
  • હવે નવું પેજ ઓપન થશે ત્યારે માગવામાં આવેલી ડિટેલ્સ યોગ્ય રીતે ભરો
  • જાણકારી સબમિટ કરતાં જ રિઝલ્ટની PDF સ્ક્રીન પર ડિસ્પ્લે થઈ જશે.