તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • UPSC Announces Recruitment For 838 Posts Of Medical Officer, Apply For MBBS Candidates Till July 27

સરકારી નોકરી:UPSCએ મેડિકલ ઓફિસરની 838 જગ્યા પર ભરતી જાહેર કરી, 27 જુલાઈ સુધી MBBS કેન્ડિડેટ્સ અપ્લાય કરો

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે
  • કેન્ડિડેટ્સની ઉંમર 1 ઓગસ્ટ, 2021ના રોજ 32 વર્ષથી વધારે ના હોવી જોઈએ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ 838 જુનિયર સ્કેલ, આસિસ્ટન્ટ ડિવીઝન મેડિકલ ઓફિસર સહિત અલગ-અલગ જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 838 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા પર ભરતી માટે એક્ઝામની પ્રોસેસ 7 જુલાઈથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ કમિશનની ઓફિશિયલ વેબસાઈટ www.upsc.gov.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે.

લાયકાત
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સ પાસે MBBSની ડિગ્રી હોવી જોઈએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સાથે જોડાયેલી વધારે જાણકારી જોવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

ઉંમર
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સની ઉંમર 1 ઓગસ્ટ, 2021ના રોજ 32 વર્ષથી વધારે ના હોવી જોઈએ.

જગ્યાની સંખ્યા: 838

જગ્યાસંખ્યા
જુનિયર સ્કેલ પોસ્ટ350
ADMO300
GDMO189

મહત્ત્વની તારીખ:
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 7 જુલાઈ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 27 જુલાઈ

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
Gen/OBC- 200 રૂપિયા
SC/ST- કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ 27 જુલાઈ સુધી UPSCની ઓફિશિયલ વેબસાઈટ www.upsc.gov.in પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે.