• Gujarati News
  • Utility
  • UPSC Announces Recruitment For 151 Posts Of Deputy Director, Apply For Graduate Candidates By September 2

સરકારી નોકરી:UPSCએ ડેપ્યુટી ડિરેક્ટરની 151 જગ્યા પર ભરતી જાહેર કરી, 2 સપ્ટેમ્બર સુધી ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ અપ્લાય કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે ના હોવી જોઈએ
  • કેન્ડિડેટ્સનું સિલેક્શન ઇન્ટરવ્યૂ અને લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)માં ડેપ્યુટી ડિરેક્ટરની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 2 સપ્ટેમ્બર રાતે 11:59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 151 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

જગ્યાની સંખ્યા- 151

કેટેગરીસંખ્યા
UR66
SC23
ST09
OBC38
EWS15
PWBD4

લાયકાત
અરજી કરનારા કેન્ડિડેટ્સે માન્ય યુનિવર્સિટીમાંથી સંબંધિત ફિલ્ડમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત કોઈ પણ સરકારી કે પબ્લિક અન્ડરટેકિંગ બોડીમાં અકાઉન્ટ, માર્કેટિંગ, ઇન્શ્યોરન્સ કે પબ્લિક રિલેશનમાં ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

ઉંમર
અરજી કરનારા ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે ના હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

મહત્ત્વની તારીખો
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 2 સપ્ટેમ્બર
અપ્લાય ફોર્મ પ્રિન્ટ કરાવવાની છેલ્લી તારીખ: 3 સપ્ટેમ્બર
લેખિત પરીક્ષાની તારીખ: ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન ઇન્ટરવ્યૂ અને લેખિત પરીક્ષાને આધારે કરવામાં આવશે. પરીક્ષા બે કલાકની રહેશે. તેમાં પાર્ટ Aમાં અંગ્રેજી અને પાર્ટ Bમાં જનરલ એલિજિબિલિટી સાથે જોડાયેલા પ્રશ્નો પૂછવામાં આવશે.

એપ્લિકેશન ફી
આ જગ્યા પર અપ્લાય કરનારા કેન્ડિડેટ્સને કોઈ એપ્લિકેશન ફી તરીકે 25 રૂપિયા આપવાના રહેશે.

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ પોસ્ટ માટે 2 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

અન્ય સમાચારો પણ છે...