તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • UPSC Announces Marks Of Selected Candidates In CDS I Examination, Score Card Can Be Downloaded From The Commission's Website

UPSC CDS-I 2020:UPSCએ CDS-I પરીક્ષામાં પસંદ થયેલા ઉમેદવારોના માર્ક્સ જાહેર કર્યા, કમિશનની વેબસાઈટ પરથી સ્કોર કાર્ડ ડાઉનલોડ કરી શકાશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in દ્વારા પોતાનો સ્કોર ચેક કરી શકે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ CDS-I 2020 પરીક્ષામાં પસંદ થયેલા ઉમેદવારોના માર્ક્સ જાહેર કર્યા છે. કમિશને પરીક્ષાનું પરિણામ પહેલેથી જ જાહેર કરી દીધું હતું, જેમાં પસંદગીના ઉમેદવારોના નામ અને રોલ નંબર જાહેર કરવામાં આવ્યા હતા. પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in દ્વારા પોતાનો સ્કોર ચેક કરી શકે છે.

07 ફેબ્રુઆરીએ પરીક્ષા યોજાઈ હતી
જાહેર કરેલા રિઝલ્ટમાં ઉમેદવારોનો રોલ નંબર, લેખિત પરીક્ષાનો સ્કોર, SSB ઈન્ટરવ્યુનો સ્કોર, ફાઈનલ સ્કોર અને જન્મ તારીખ જેવી ડિટેઈલ સામેલ હશે. લેખિત પરીક્ષા 07 ફેબ્રુઆરી 2020ના રોજ લેવામાં આવી હતી, જેનાં પરિણામો 23 માર્ચ 2021 ના ​​રોજ જાહેર થયાં હતાં. પરીક્ષામાં કુલ 6522 ઉમેદવારો ઈન્ટરવ્યુ માટે ક્વોલિફાય થયા હતા.

આ રીતે ડાઉનલોડ કરો માર્ક્સ

  • સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર જવું.
  • હોમ પેજ પર દેખાતી સ્કોરકાર્ડની લિંક પર ક્લિક કરો.
  • હવે તમને એક pdf ફાઈલની લિંક દેખાશે, તેને ક્લિક કરો.
  • pdf ફાઈલ સ્ક્રિન પર ઓપન થતાં જ સ્કોર દેખાશે.
  • હવે સ્કોરકાર્ડને ડાઉનલોડ કરીને તમારી પાસે રાખો.