• Gujarati News
  • Utility
  • UPSC Announces Admit Card For Central Armed Police Force Exam, Exam To Be Held On August 8

UPSC CAPF 2021:UPSCએ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યું, 8 ઓગસ્ટે એક્ઝામ લેવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
CAPF પરીક્ષા એક નેશનલ લેવલ રિક્રૂટમેન્ટ એક્ઝામ છે
  • આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 159 જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • પરીક્ષા માટે અપ્લાય કરનારા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ હોવા જોઈએ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC)એ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)માં આસિસ્ટ કમાંડન્ટ (AC)ની ભરતી પર પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યું છે, પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવનારા કેન્ડિડેટ્સ કમિશનની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

159 જગ્યા પર ભરતી થશે
UPSC CAPF પરીક્ષા 8 ઓગસ્ટના રોજ લેવામાં આવશે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 159 જગ્યા પર ભરતી કરવામાં આવશે. તેમાં BSFની 35, CRPFની 36, CISFની 67 અને ITBPની 20 અને SSBની 1 પોસ્ટ સામેલ છે. હાલ આ વેકન્સી કામચલાઉ છે, સમય જતા તેમાં ફેરફાર થઈ શકે છે.

CAPF પરીક્ષા એક નેશનલ લેવલ રિક્રૂટમેન્ટ એક્ઝામ છે. આ પરીક્ષા માટે અપ્લાય કરનારા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ હોવા જોઈએ અને તેમની ઉંમર 20થી 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

ત્રણ પાર્ટમાં એક્ઝામ લેવાશે
સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્ડમાં સહાયક કમાંડન્ટની ભરતી માટે યોજાનારી પરીક્ષા ત્રણ પાર્ટમાં લેવામાં આવશે. ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ પછી એક લેખિત પરીક્ષા લેવામાં આવશે. ફાઈનલ સિલેક્શન માટે કેન્ડિડેટ્સને મેડિકલ ટેસ્ટ ક્વોલિફાય કરવી પડશે.

એડમિટ કાર્ડ આ રીતે ડાઉનલોડ કરો

  • સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર જાઓ.
  • હોમપેજ પર ઈ-એડમિટ કાર્ડ ડાઉનલોડ લિંક પર ક્લિક કરો.
  • હવે લોગિન ક્રેડેન્શિયલ ભરી તેને સબલિટ કરો.
  • UPSC CAPF એડમિટ કાર્ડ સ્ક્રીન પર ડિસ્પ્લે થશે.
  • પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.
અન્ય સમાચારો પણ છે...