તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • UPRVUNL Sarkari Naukri | UPRVUNL Junior Engineer Recruitment 2019: 196 Vacancies For Junior Engineer Posts, Uttar Pradesh Rajya Vidyut Utpadan Nigam Limited Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:જૂનિયર એન્જિનિયરના 196 પદો માટે UPRVUNLની ભરતી, 2 જુલાઈ સુધી અરજી કરી શકાશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારોની પસંદગી 2 ફેઝની પરીક્ષાના પર્ફોર્મન્સને આધારે કરવામાં આવશે
  • એન્જિનિયરિંગની ડિપ્લોમા ડિગ્રી હોલ્ડર 18થી 40 વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે

UPRVUNL (ઉત્તર પ્રદેશ રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમ લિમિટેડ)એ જૂનિયર એન્જિનિયરના 196 પદો પર ભરતીની જાહેરાત કરી છે. તેના નોટિફિકેશન પ્રમાણે, ભરતી માટે એપ્લિકેશન પ્રોસેસ 3 જૂનથી શરૂ થઈ છે. હવે ઉમેદવારો 2 જુલાઈ સુધી અરજી કરી શકે છે. ઉમેદવારોની પસંદગી 2 ફેઝની પરીક્ષાના પર્ફોર્મન્સને આધારે કરવામાં આવશે.

પદોની સંખ્યા: 196

પદસંખ્યા
જૂનિયર એન્જિનિયર (ઈલેક્ટ્રિકલ)69
જૂનિયર એન્જિનિયર (મિકેનિકલ)7839
જૂનિયર એન્જિનિયર (ઈલેક્ટ્રોનિક્સ કન્ટ્રોલ એન્ડ ઈન્સ્ટ્રુમેન્ટેશન)

જૂનિયર એન્જિનિયર (કમ્પ્યુટર સાયન્સ)

10

યોગ્યતા

આ પદો પર અરજી કરનારા ઉમેદવારો પાસે સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરિંગની ડિપ્લોમા ડિગ્રી હોવી જોઈએ. વધારે માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા
18થી 40 વર્ષના ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે. રિઝર્વ કેટેગરીના લોકોને ઉંમરમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.

મહત્ત્વની તારીખ
અરજી શરૂ થવાની તારીખ: 3 જૂન
અરજી કરવાની છેલ્લી તારીખ: 2 જુલાઈ
ફી જમા કરાવવાની છેલ્લી તારીખ: 4 જુલાઈ

એપ્લિકેશન ફી
અરજી કરનારા જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 1000 રૂપિયાની ફી આપવી પડશે. SC અને ST ઉમેદવારોએ 700 રૂપિયા ફી ભરવી પડશે.

આ રીતે અરજી કરો
અરજી કરનારા ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઉત્તર પ્રદેશ રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમ લિમિટેડની ઓફિશિયલ વેબસાઈટ uprvunl.org/uprvunl પર અરજી કરી શકે છે. વધારે માહિતી માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.