• Gujarati News
  • Utility
  • UPPSC Sarkari Naukri | UPPSC Assistant Professor And More Recruitment 2021: 130 Vacancies For Assistant Professor And More Posts, Uttar Pradesh Public Service Commission Notification For Details Like Eligibility, How To Apply

સરકારી નોકરી:UPPSCએ અસિસ્ટન્ટ પ્રોફેસર સહિત વિવિધ 130 પદો પર ભરતી જાહેર કરી, 23 જુલાઈ સુધી અરજી કરી શકાશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા ઉમેદવાર પાસે MD અથવા MSની ડિગ્રી હોવી આવશ્યક છે
  • 26થી 40 વર્ષના યોગ્ય ઉમેદવારો 23 જુલાઈ સુધી અરજી કરી શકશે

UPPSC (ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન)એ અસિસ્ટન્ટ પ્રોફેસર સહિત વિવિધ પદો પર ભરતીની જાહેરાત કરી છે. આ રિક્રુટમેન્ટ ડ્રાઈવનાં માધ્યમથી કુલ 130 પદો પર નિયુક્તિ કરવામાં આવશે. આ પદો માટે 25 જૂનથી અરજી કરવાની પ્રોસેસ શરૂ થઈ છે. ઈચ્છુક ઉમેદવાર 23 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

પદોની સંખ્યા-130

પદસંખ્યા
અસિસ્ટન્ટ પ્રોફેસર (એલોપેથી)128
પર્સનલ ઓફિસર (પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી ડિપાર્ટમેન્ટ)1

પ્રોફેસર (યુપી આયુષ/ યુનાની ડિપાર્ટમેન્ટ

1

યોગ્યતા
અરજી કરનારા ઉમેદવાર પાસે MD અથવા MSની ડિગ્રી હોવી જોઈએ. આ સિવાય 3 વર્ષનો અનુભવ હોવો પણ જરૂરી છે. પદાનુસાર યોગ્યતા જોવા માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વય મર્યાદા
આ પદો માટે અરજી કરનારા ઉમેદવારની ઉંમર 26થી 40 વર્ષ હોવી જોઈએ. પદ પ્રમાણે વય મર્યાદા જોવા માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

મહત્ત્વની તારીખ
અરજી શરૂ થવાની તારીખ: 25 જૂન
અરજી કરવાની છેલ્લી તારીખ: 23 જુલાઈ
ફી જમા કરાવાની અંતિમ તારીખ: 23 જુલાઈ

એપ્લિકેશન ફી
જનરલ અને OBC: 105 રૂપિયા
SC અને ST: 65 રૂપિયા
દિવ્યાંગ: 25 રૂપિયા

આ રીતે અરજી કરો
ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર આ પદો માટે ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનની ઓફિશિયલ વેબસાઈટ uppsc.up.nic.inનાં માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.