તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • UPPSC Announces Recruitment For 3012 Posts Of Staff Nurses, Application Process To Continue Till August 12

સરકારી નોકરી:UPPSCએ સ્ટાફ નર્સની 3012 જગ્યા પર ભરતી જાહેર કરી, 12 ઓગસ્ટ સુધી એપ્લિકેશન પ્રોસેસ ચાલુ રહેશે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા, પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે - Divya Bhaskar
કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા, પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે
  • અરજી કરનારા ઉમેદવારની ઉંમર 21થી 40 વર્ષ હોવી જોઈએ
  • સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 9300 રૂપિયાથી લઈને 34,800 રૂપિયાનો પગાર મળશે

ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન(UPPSC)એ સ્ટાફ નર્સની આશરે 3000 જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 3012 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે અપ્લાય પ્રોસેસ 16 જુલાઈથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 12 ઓગસ્ટ સુધી આ જગ્યા માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સે B.Sc નર્સિંગમાં ડિગ્રી કે ડીપ્લોમા કરેલું હોવું જોઈએ. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સાથે જોડાયેલી જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

ઉંમર
અરજી કરનારા ઉમેદવારની ઉંમર 21થી 40 વર્ષ નક્કી કરી છે. ઉંમરમાં નિયમ પ્રમાણે છૂટ પણ મળશે.

મહત્ત્વની તારીખો:
એપ્લિકેશન પ્રોસેસ શરુ થયાની તારીખ: 16 જુલાઈ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 12 ઓગસ્ટ

સેલરી
સિલેક્ટ થયેલા કેન્ડિડેટ્સને દર મહીને 9300 રૂપિયાથી લઈને 34,800 રૂપિયાનો પગાર મળશે.

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા, પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
જનરલ/OBC- 125 રૂપિયા
SC/ST/-65 રૂપિયા
PHD- 25 રૂપિયા

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ પોસ્ટ માટે 12 ઓગસ્ટ સુધી ઓફિશિયલ વેબસાઈટ પર ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ: