યુઝફુલ ટિપ્સ:હવે કોઈપણ જાતની માથાકૂટ વગર જોબ બદલતી વખતે PF અકાઉન્ટ અપડેટ કરો, ફોલો કરો આ સ્ટેપ્સ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

જો તમે તાજેતરમાં જ જોબ બદલી છે અને PF અકાઉન્ટ અપડેટ કરવા માગ છો તો હવે તમારે ઓફિસના ધક્કા ખાવાની કોઈ જરૂર નથી. EPFO (એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ્સ ઓર્ગેનાઈઝેશન) PF ધારકોને ઓનલાઈન જ બધી સુવિધાઓ આપી રહ્યું છે. અગાઉ જ્યારે કર્મચારી નોકરી બદલતો હતો ત્યારે તેને તેની ઓફિસમાં ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરાવવા માટે ધક્કા ખાવા પડતા હતા.

EPFOની નવી સુવિધાથી તમે ગણતરીની જ મિનિટોમાં આ કામ તમારા ઘરેથી જ કરી શકો છો. તેના માટે તમારે ઓફિસના લોકોને આજીજી નહિ કરવી પડે. PF અકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે અથવા PF ઉપાડવા માટે કર્મચારીની ડેટ ઓફ એક્ઝિટ અર્થાત તમે કઈ તારીખે નોકરીને અલવિદા કહ્યું તે ચેક કરવામાં આવે છે. હવે તમે ઘેરબેઠાં જ ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરી શકો છો. તેના માટે તમારે બસ આ સ્ટેપ્સ ફોલો કરવાનાં રહેશે.

  • સૌ પ્રથમ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ URL પર જાઓ.
  • હવે તમારા UAN અને પાસવર્ડ સબમિટ કરી લોગ ઈન કરો.
  • હવે સ્ક્રીનની ડાબી બાજુ Manage પર ટેપ કરી Mark Exist પર ક્લિક કરો.
  • ત્યારબાદ select employmentથી PF અકાઉન્ટની પસંદગી કરો.
  • હવે Date of Exit અને Reason of exit સબમિટ કરો.
  • હવે Request OTP પર ક્લિક કરો. આ OTP નંબર તમારા આધાર કાર્ડથી લિંક્ડ મોબાઈલ નંબર પર આવશે.
  • હવે OTP સબમિટ કરી ચેક બોક્સ સિલેક્ટ કરો.
  • ત્યારબાદ update પર ક્લિક કરી ok કરો.
  • આટલા સ્ટેપ્સ ફોલો કરતાં જ તમારી Date of Exit અપડેટ થઈ જશે.
અન્ય સમાચારો પણ છે...