- Gujarati News
- Utility
- Up To 80% Discount On Shopping On Amazon And Reliance; Opportunity To Buy Fashion Products, Electronics, Appliances Cheaply
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રિપબ્લિક ડે સેલ:એમેઝોન અને રિલાયન્સમાં શોપિંગ પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ; ફેશન પ્રોડક્ટ્સ, ઈલેક્ટ્રોનિક એપ્લાયન્સિસ સસ્તામાં ખરીદવાની તક
- રિલાયન્સ ડિજિટલે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ‘રિપબ્લિક ડે ડિજિટલ ઈન્ડિયા સેલ’ રજૂ કર્યો
- એમેઝોનનો ‘ગ્રેટ રિપબ્લિક ડે’ સેલ 20 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે, તે 23 જાન્યુઆરી સુધી ચાલશે
જો તમે સસ્તામાં શોપિંગ કરવા માગો છો તો પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ખરીદી કરી શકો છો. રિલાયન્સથી લઈને એમેઝોન આ પ્રસંગે રિપબ્લિક ડે સેલ શરૂ કરવા જઈ રહ્યા છે. 26 જાન્યુઆરી નિમિત્તે એમેઝોનનો ગ્રેટ રિપબ્લિક ડે સેલ 20 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. અમેઝોનનો સેલ 23 જાન્યુઆરી સુધી ચાલશે.
ગ્રેટ રિપબ્લિક ડે સેલ એમેઝોન પ્રાઈમ મેમ્બર્સ માટે 19 જાન્યુઆરીથી શરૂ થઈ જશે. તેમજ રિલાયન્સ ડિજિટલે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રિપબ્લિક ડે ડિજિટલ ઈન્ડિયા સેલની રજૂ કર્યો છે. કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, ડિજિટલ ઈન્ડિયા સેલ 22થી 26 જાન્યુઆરી 2021 સુધી ચાલશે અને પ્રીબુકિંગ પિરિઅડ 18થી 20 જાન્યુઆરી સુધી રહેશે.
જાણો રિલાયન્સ અને એમેઝોન પર ઉપલબ્ધ ડિસ્કાઉન્ટ વિશે જાણો-
રિલાયન્સ ડિજિટલ- રિપબ્લિક ડે ડિજિટલ ઈન્ડિયા સેલ
- પ્રીબુક પિરિઅડ દરમિયાન ગ્રાહક રિલાયન્સ ડિજિટલથી તેમની પસંદગીની ઈલેક્ટ્રોનિક વસ્તુઓ 1000 રૂપિયા એડવાન્સ આપીને બુક કરાવી શકે છે.
- સેલ દરમિયાન ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ્સ અને સ્પેશિયલ ઓફર્સની સાથે 1000 રૂપિયાની વધારાની છૂટ પણ મળશે.
- ગ્રાહકો ઈલેક્ટ્રોનિક્સ વસ્તુને 2000 રૂપિયામાં પણ પ્રીબુક કરી શકે છે. આવી સ્થિતિમાં તેમને EMI પર 2000 રૂપિયાની વધારાની છૂટ પ્રાપ્ત થશે.
એમેઝોન-ગ્રેટ રિપબ્લિક ડે સેલ
- સેલ દરમિયાન ફેશન પ્રોડક્ટ્સ, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુ, એપ્લાયન્સિસ, હોમ ફર્નિશિંગ વસ્તુઓ પર આકર્ષક ઓફર્સનો ફાયદો લઈ શકાય છે.
- એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલમાં SBI ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકાની ઈન્સ્ટન્ટ છૂટ મળે છે.
- સેલમાં પસંદગીના બેંકોના ક્રેડિટ / ડેબિટ કાર્ડ પર નો કોસ્ટ EMIની સુવિધા છે. એક્સચેન્જ ઓફર અંતર્ગત 13500 રૂપિયા સુધીની ઓફર પણ છે.
- ફેશન પ્રોડક્ટ્સ જેમ કે, કપડાં, ફૂટવેર, વૉચ, જ્વેલરી અને અન્ય વસ્તુઓ પર 80 ટકાની છૂટ મળશે.
- હોમ અને કિચન વસ્તુની કિંમત 79 રૂપિયાથી શરૂ થાય છે. રોજિંદી જરૂરીયાતોની વસ્તુઓની કિંમતો 99 રૂપિયાથી શરૂ થાય છે.
- આ સેલમાં સ્માર્ટફોન અને એક્સેસરીઝ પર 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. સેમસંગ ગેલેક્સી M31sને 17999 રૂપિયામાં ખરીદી શકાશે, જેની કિંમત 22999 રૂપિયા છે.
- સેમસંગ ગેલેક્સી A71ને 27999 રૂપિયાની જગ્યાએ 20999 રૂપિયામાં ખરીદી શકાશે.
- ટીવી અને એપ્લાયન્સિસ પર એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલમાં 60 ટકાની છૂટ છે.
- બુક્સ, ટોય, ગેમિંગ, પ્રોડક્ટ્સ પર 70 ટકાની છૂટ છે.