SBIની કેશબેક ઓફર:Yono એપથી પેમેન્ટ અને શોપિંગ કરવા પર 50% સુધીનું બંપર ડિસ્કાઉન્ટ મળશે

એક વર્ષ પહેલા
SBIની Yono એપથી પેમેન્ટ કરવાથી બંપર ડિસ્કાઉન્ટ મળશે
  • SBIએ Yono એપથી શોપિંગ કરવા પર કેશબેકની જાહેરાત કરી
  • 4થી 7 માર્ચ સુધી SBIની આ ઓફર ચાલશે

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ફરી એક વખત Yono એપથી શોપિંગ કરવા પર કેશબેકની જાહેરાત કરી છે. આ ઓફર ગુરુવારે એટલે કે 4 માર્ચથી શરૂ થશે જે 7 માર્ચ સુધી ચાલશે. SBIના જણાવ્યા પ્રમાણે, કેશબેક મેળવવા માટે ગ્રાહકને નક્કી નિયમ અને શરતોનું પાલન કરવું પડશે. છેલ્લા કેટલાક મહિનાથી દર મહિનાની શરૂઆતમાં SBI આવી સ્પેશિયલ ઓફર આપી રહી છે.

4 દિવસની સ્પેશિયલ ઓફર
SBIએ ટ્વિટર દ્વારા જાણકારી આપી છે કે 4થી 7 માર્ચ સુધી તેની સ્પેશિયલ ઓફર ચાલુ રહેશે. આ દરમિયાન Yono એપથી પેમેન્ટ કરવાથી બંપર ડિસ્કાઉન્ટ મળશે. SBIની કેશબેક ઓફરનો ફાયદો ઘણી જાણીતી બ્રાન્ડ્સ પર મળશે. એમેઝોન, એપોલો, EMT, ઓયો, રેમન્ડ, અને વેદાંતુના પેમેન્ટ SBI યોનો એપથી કરવાથી તમારા ઘણા પૈસા બચી જશે.

યોનો એપ પર આ ઓફર મળી રહી છે

  • યોનો એપ દ્વારા એમેઝોન પર જો તમે શોપિંગ કરી રહ્યા છો તો તેનું પેમેન્ટ યોનો દ્વારા કરવું. તેનાથી તમને એક્સટ્રા 7.5%નું કેશબેક મળશે.
  • ઓનલાઈન ટ્રાવેલ કંપની EaseMyTrip.com દ્વારા ફ્લાઈટ ટિકિટ્સ, હોટેલ, બસ ટિકિટ્સ અને હોલિડે પેકેજ બુક કરાવવા પર 850 રૂપિયા સુધી છૂટ મળશે.
  • ઓનલાઈન ડૉક્ટર અને ફાર્મસી એપ દ્વારા ડૉક્ટર્સને બતાવવા અથવા દવાઓ ખરીદવા માટે યોનો દ્વારા ચૂકવણી કરવા પર 20% સુધીની છૂટ મળશે.
  • કપડાંની શોપિંગ માટે જો તમે રેમન્ડના કપડાં પસંદ કરો છો તો તેના માટે યોનો દ્વારા પેમેન્ટ કરવા પર 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.
  • વેદાંતુ દ્વારા કંઈક શીખી રહ્યા છો તો તેનું પેમેન્ટ જો યોનોથી કરી રહ્યા છો તો 50%ની સાથે 25% વધારાની ઓફર મળશે.
  • ઓયો હોટેલના બુકિંગ માટે યોનો એપથી પેમેન્ટ કરવા પર 50%નું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળશે.

SBIના 49 કરોડ ગ્રાહક છે
SBIની પાસે 49 કરોડ ગ્રાહક છે. તેના ડિજિટલ પ્લેટફોર્મ પર દરરોજ 4 લાખ ટ્રાન્ઝેક્શન થાય છે. વર્તમાનમાં જો કે, 55% ટ્રાન્ઝેક્શન ડિજિટલ ચેનલ દ્વારા થાય છે. તેમાંથી અડધું ટ્રાન્ઝેક્શન યોનો પર થાય છે. તેના યોનો પર 2.76 કરોડ ગ્રાહક છે.

2017માં યોનો એપ લોન્ચ થઈ હતી
યોનો એપ SBIની ડિજિટલ બેંકિંગ એપ છે, જેને 24 નવેમ્બર 2017ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. યોનો બેંકિંગ, લાઈફસ્ટાઈલ, ઈન્શ્યોરન્સ, રોકાણ અને ખરીદારીની જરૂરિયાતો માટે વન-સ્ટોપ સોલ્યુશન છે.