તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Unique Identification Of Every Piece Of Jewelery Will Be Mandatory On The Lines Of Aadhar From July, It Will Be Known Whether Jewelry Is Stolen Or Not

જ્વેલરીનું પણ હશે યુનિક આઈડેન્ટિફિકેશન:1 જુલાઈથી ઘરેણાંના દરેક નંગ પર યુનિક આઈડી હોવું ફરજિયાત, ઘરેણાં ચોરી થયેલા છે કે નહિ તે જાણી શકાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘરેણાં ચોરી થઈ જવા અને ખોવાઈ જાય તો હવે તેના મૂળ માલિકની ઓળખ સરળ બનશે, જોકે આવું ત્યારે બનશે જો તેને પીગળાવીને નવું સ્વરૂપ ન આપવામાં આવ્યું હોય. જે રીતે દેશના નાગરિકોની ઓળખાણ માટે આધાર કાર્ડમાં યુઆઈડી છે તે રીતે સરકાર 1 જુલાઈથી દરેક ઘરેણાં માટે યુઆઈડી અનિવાર્ય કરવા જઈ રહી છે.

આ યુઆઈડીથી વેચનારા જ્વેલરનો કોડ અને જ્વેલરીની ઓળખ કરી શકાશે. પોલીસ અથવા કોઈ અન્ય વ્યક્તિ BIS દ્વારા બનાવવામાં આવતી મોબાઈલ એપમાં યુઆઈડી સબમિટ કરશે તો આ જ્વેલરી ક્યારે અને ક્યાંથી ખરીદવામાં આવી છે તે માલુમ કરી શકાશે. જ્વેલર પાસે તેની માહિતી હશે કે આ યુઆઈડીવાળાં ઘરેણાં તેને કયા ગ્રાહકને વેચ્યા હતા.

હોલમાર્ક 4થી ઘટી 3 થશે
જ્વેલરીમાં હોલમાર્કિંગ ઘણા સમય પહેલાંથી થઈ રહ્યું છે. તેમાં 4 હોય છે, જે BISના લોગો, શુદ્ધતા, હોલ માર્કિંગ સેન્ટર અને જ્વેલર વિશે માહિતી આપી છે. હવે નવા UID બેઝ્ડ હોલ માર્કિંગમાં માર્કની સંખ્યા 4ને બદલે 3 કરવામાં આવી છે. તેમાં BIS લોગો, શુદ્ધતા અને ત્રીજા હોલમાર્કિંગ કેન્દ્રનો લોગો હશે જે જ્વેલર અને જ્વેલરી વિશે જણાવશે. આ વ્યવસ્થા પછી અશુદ્ધ અને અમાન્ય જ્વેલરી વેચવાના કારોબર પર અંકુશ લગાવવામાં મદદ મળશે.

1 સપ્ટેમ્બરથી આખા દેશમાં લાગુ થશે હોલમાર્કિંગ
દેશના 256 જિલ્લામાં સોનાનાં ઘરેણાંનું હોલમાર્કિંગ અનિવાર્ય થઈ ગયું છે. આ જિલ્લામાં હવેથી જ્વેલર માત્ર હોલમાર્કિંગવાળી જ્વેલરી જ ખરીદી શકશે અને વેચી શકશે. તમામ જ્વેલરી ટ્રેડર્સને પોતાની પાસે રહેલા જૂના સ્ટોક પર હોલમાર્કિંગ માટે સરકારે 1 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. ત્યાં સુધી તેમણે જૂના સ્ટોક પર હોલમાર્કિંગ કરાવવું પડશે. આ દરમિયાન કોઈ પણ વેપારી વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહિ થાય.

દેશના 10% જ્વેલર્સ પાસે BIS લાયસન્સ નથી
IBJA (ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન)ના નેશનલ સેક્રેટરી સુરેન્દ્ર મહેતાના જણાવ્યા પ્રમાણે, સરકારે જ્વેલર્સને રજિસ્ટ્રેશન કરાવવા માટે 1 વર્ષ કરતાં વધારે સમય આપ્યો હતો, પરંતુ દેશમાં આ સમયે લગભગ 5 લાખ જ્વેલર છે, જેમાંથી માત્ર 40 હજાર લોકોએ તેના માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એટલે કે 1 વર્ષમાં 10% જ્વેલર્સે પણ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું. ઘણા જ્વેલર્સ એવા છે જેમને ઇરાદાપૂર્વક રજિસ્ટ્રેશન નથી કરાવ્યું.