તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Union Public Service Commission Has Released The Revised Exam Calendar For Various Recruitment Exams, Civil Service Prelims Exam Will Be Held On October 10,2021

UPSC રિવાઈઝ્ડ કેલેન્ડર 2021:અલગ-અલગ ભરતી પરીક્ષા માટે કમિશને રિવાઈઝ્ડ એક્ઝામ કેલેન્ડર જાહેર કર્યું, 10 ઓક્ટોબરે પ્રીલિમ્સ પરીક્ષા લેવાશે

3 મહિનો પહેલા
  • મેન્સ એક્ઝામ 7 જાન્યુઆરી અને 27 ફેબ્રુઆરી 2022થી શરુ થશે
  • નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડમીની પરીક્ષા 14 નવેમ્બરે લેવામાં આવશે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ અલગ-અલગ ભરતીની પરીક્ષાઓ માટે રિવાઈઝ્ડ કેલેન્ડર જાહેર કર્યું છે. કેન્ડિડેટ્સ તેમની પરીક્ષાની તારીખ કમિશનની ઓફિશિયલ વેબસાઈટ upsc.gov.in પર ચેક કરી શકે છે. જાહેર કરેલા કેલેન્ડર પ્રમાણે, UPSC સિવિલ સર્વિસ પ્રિલિમ્સ પરીક્ષા 2021 અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS) પરીક્ષા 10 ઓક્ટોબરના રોજ લેવામાં આવશે. મેન્સ એક્ઝામ 7 જાન્યુઆરી અને 27 ફેબ્રુઆરી 2022થી શરુ થશે.

UPSC EPFO પરીક્ષા 5 સપ્ટેમ્બરના રોજ લેવાશે
UPSC સિવિલ સર્વિસની મુખ્ય પરીક્ષા 7, 8, 9, 15 અને 16 જાન્યુઆરી અને IFSની મુખ્ય પરીક્ષા 27 ફેબ્રુઆરી 2022થી 8 માર્ચ 2022 સુધી ચાલુ રહેશે. UPSC EPFOની 421 જગ્યા પર ભરતી માટે 5 સપ્ટેમ્બરે પરીક્ષા લેવાશે.

નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડમીની પરીક્ષા
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ નેશનલ ડિફેન્સ એકેડમી અને નેવલ એકેડમી પરીક્ષા (II), 2021 માટે રિવાઈઝ્ડ એક્ઝામ શેડ્યુલ જાહેર કર્યું છે. UPSCએ જાહેર કરેલી નોટિફિકેશન પ્રમાણે, NDA/NA-II 2021 પરીક્ષા 14 નવેમ્બરે લેવામાં આવશે. આ પરીક્ષા દેશભરના 75 સેન્ટર પર લેવામાં આવશે. પરીક્ષાની નવી તારીખની સાથે કમિશને ઉમેદવારને એક્ઝામ સેન્ટર બદલવાનો ઓપ્શન પણ આપ્યો છે.

29 જૂન સુધી અપ્લાય કરો
UPSC NDA/NA II માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ 9 જૂનથી શરુ થઈ હતી. આ પ્રોસેસ 29 જૂન 2021ના રોજ પૂરી થશે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી નેશનલ ડિફેન્સ એકેડમીની 370 જગ્યા અને નેવલ એકેડમીમાં 30 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

18 જુલાઈએ એન્જિનિયરિંગ પરીક્ષા લેવાશે
IES, ISS એક્ઝામ 16 જુલાઈએ લેવામાં આવશે. કમ્બાઈન્ડ જિયો સાયન્ટિસ્ટ માટે મેન એક્ઝામ 17 જુલાઈએ અને એન્જિનિયરિંગ સર્વિસ પરીક્ષા 18 જુલાઈએ લેવામાં આવશે.