તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Union Public Service Commission Announces Admit Card For Exams, Exams To Be Held On July 16, 17 And 18

UPSC IES/ISS 2021:યુનિયન પબ્લિક સર્વિસ કમિશને પરીક્ષા માટે એડમિટ કાર્ડ જાહેર કર્યું, 16, 17 અને 18 જુલાઈએ એક્ઝામ લેવાશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ એક્ઝામથી કુલ 26 જગ્યા પર ભરતી કરવામાં આવશે
  • તેમાં IESની 15 જગ્યા અને ISSની 11 જગ્યા સામેલ છે

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ ઇન્ડિયન ઈકોનોમિક સર્વિસ એક્ઝામિનેશન 2021 (IES) અને ઇન્ડિયન સ્ટેટિસ્ટિક સર્વિસ એક્ઝામિનેશન 2021 (ISS) માટે એડમિટ કાર્ડ જાહેર કર્યા છે. પરીક્ષા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ UPSCની ઓફિશિયલ વેબસાઈટ upsconline.nic.in દ્વારા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

16,17 અને 18 જુલાઈએ પરીક્ષા લેવાશે
આ વર્ષે IES અને ISS પરીક્ષા 16,17 અને 18 જુલાઈએ લેવામાં આવશે. આ એક્ઝામથી કુલ 26 જગ્યા પર ભરતી કરવામાં આવશે. તેમાં IESની 15 જગ્યા અને ISSની 11 જગ્યા સામેલ છે.

આ રીતે સિલેક્શન થશે
આ જગ્યા માટે લેખિત પરીક્ષામાં જનરલ ઇંગ્લિશ, જનરલ સ્ટડીઝ અને વિષય સાથે જોડાયેલા પ્રશ્નો પૂછવામાં આવશે. જનરલ ઇંગ્લિશ અને જનરલ સ્ટડીઝનું પેપર IES અને ISS કેન્ડિડેટ્સ માટે કોમન રહેશે. આ સબ્જેક્ટિવ રહેશે. IESનાં દરેક પેપર સબ્જેક્ટિવ હશે. ISSનાં બે પેપર ઓબ્જેક્ટિવ હશે.