તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Union Education Minister Will Interact With Students Tomorrow Through Live Session, Will Answer Questions Related To 12th Board Exam

લાઈવ સેશનમાં શિક્ષણ મંત્રીની જાહેરાત:રિઝલ્ટથી નાખુશ વિદ્યાર્થીઓ ઓગસ્ટ મહિનામાં વૈકલ્પિક પરીક્ષા આપી શકશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીને લીધે CBSE સહિત અન્ય ઘણા બોર્ડે આ વર્ષે ધોરણ 10-12ની પરીક્ષાઓ રદ્દ કરી છે
  • શિક્ષણ મંત્રીએ કહ્યું, રિઝલ્ટમાં માર્ક્સ જોઈને વિદ્યાર્થીઓ કે તેમના પેરેન્ટ્સને કોઈ ચિંતા કરવાની જરૂર નથી

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલે વિદ્યાર્થીઓ સાથે ઈન્ટરેક્શન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું, રિઝલ્ટથી નાખુશ વિદ્યાર્થીઓને ઓપ્શનલ એક્ઝામ આપવાનો મોકો મળશે. આ પરીક્ષા ઓગસ્ટમાં લેવામાં આવશે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું, રિઝલ્ટમાં માર્ક્સ જોઈને વિદ્યાર્થીઓ કે તેમના પેરેન્ટ્સને કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

શિક્ષણ મંત્રીએ પહેલા જાહેરાત કરી હતી
રમેશ પોખરિયાલે તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં જણાવ્યું કે, 25 જૂનના રોજ CBSE રિઝલ્ટ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ આપવા માટે લાઈવ સેશનનું આયોજન કરશે. વિદ્યાર્થીઓને જે પણ શંકા છે, તે વિશે 25 જૂને સાંજે 4 વાગ્યે સોશિયલ મીડિયા દ્વારા જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.

CBSE સહિત અન્ય બોર્ડે ધોરણ 10-12ની પરીક્ષા કેન્સલ કરી
કોરોના મહામારીને લીધે CBSE સહિત અન્ય ઘણા બોર્ડે આ વર્ષે ધોરણ 10-12ની પરીક્ષાઓ રદ્દ કરી છે. બોર્ડે બંને ક્લાસનું રિઝલ્ટ જાહેર કરવા માટે માર્કિંગ ફોર્મ્યુલા પણ જાહેર કરી છે. આ સાથે એન્જિનિયરિંગ અને મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ JEE મેન્સ અને NEET 2021 પણ સ્થગિત કરી છે.