• Gujarati News
  • Utility
  • Union Bank Of India Announces Recruitment For 347 Different Posts, Apply For Graduate Candidates By September 3

સરકારી નોકરી:યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ અલગ-અલગ 347 જગ્યા પર ભરતી જાહેર કરી, 3 સપ્ટેમ્બર સુધી ગ્રેજ્યુએટ કેન્ડિડેટ્સ અપ્લાય કરો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અરજી કરનારા ઉમેદવારની ઉંમર 20થી 40 વર્ષ હોવી જોઈએ
  • કેન્ડિડેટ્સનું સિલેક્શન કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટને આધારે કરવામાં આવશે.

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (UBI)એ સીનિયર મેનેજર, મેનેજર અને અસિસ્ટન્ટ મેનેજર સહિત અલગ-અલગ જગ્યા પર ભરતી માટે અરજી માગી છે. આ રિકૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 347 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ 12 ઓગસ્ટથી શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ 3 સપ્ટેમ્બર સુધી આ જગ્યા માટે અપ્લાય કરી શકે છે.

જગ્યાની સંખ્યા: 347

લાયકાત
અરજી કરનારા કેન્ડિડેટ્સે માન્ય યુનિવર્સિટીમાંથી 60% માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત સંબંધિત ટ્રેડમાં B.Tech ડિગ્રી હોલ્ડર પણ અપ્લાય કરી શકે છે.

ઉંમર
અરજી કરનારા ઉમેદવારની ઉંમર 20થી 40 વર્ષ હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 12 ઓગસ્ટ
અપ્લાય કરાવવાની છેલ્લી તારીખ: 3 સપ્ટેમ્બર
પરીક્ષાની તારીખ: 9 ઓક્ટોબર

સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટને આધારે કરવામાં આવશે.

એપ્લિકેશન ફી
જનરલ, OBC, EWS: 850 રૂપિયા
અન્ય બધી કેટેગરી: કોઈ ફી નથી

આ રીતે અપ્લાય કરો
ઈચ્છુક અને યોગ્ય કેન્ડિડેટ્સ આ પોસ્ટ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ www.unionbankofindia.co.in પર 3 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અપ્લાય કરી શકે છે. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ:

અન્ય સમાચારો પણ છે...