યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બેંકે નોકરી કરતા લોકો માટે હોમ લોનનો દર ઘટાડીને 6.7% કર્યો છે. યુનિયન બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, નોકરી કરતા લોકોએ 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર માત્ર 6.7% વ્યાજ ચૂકવવું પડશે. આ યોજના હેઠળ માત્ર મહિલાઓને જ લોન આપવામાં આવશે.
ક્રેડિટ સ્કોર પણ સારો હોવો જોઈએ
લોન લેવા માટે ગ્રાહકનો ક્રેડિટ સ્કોર ઓછામાં ઓછો 700 હોવો જોઈએ. જો કોઈ ગ્રાહક 30 લાખ રૂપિયાથી વધુ અને 75 લાખ રૂપિયાથી ઓછી રકમની લોન લેવા માગે તો તેના માટેનો વ્યાજ દર 6.95% રહેશે. 75 લાખ રૂપિયાથી વધુની હોમ લોન પર પ્રારંભિક વ્યાજ દર 7% છે.
જો ગ્રાહક 6.7%ના વ્યાજે લોન લે તો કેટલી EMI ચૂકવવી પડશે?
હોન લોન અમાઉન્ટ | 20 લાખ રૂપિયા |
સમયગાળો | 20 વર્ષ |
EMI | 15,147 રૂપિયા |
ટોટલ વ્યાજ | 16,35,280 રૂપિયા |
ટોટલ પેમેન્ટ | 36,35,280 રૂપિયા |
આ જ વર્ષે જુલાઈમાં વ્યાજ દર ઘટાડ્યા હતા
યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ 11 જુલાઇએ જ લોનના વ્યાજના દરમાં ઘટાડો કર્યો હતો. બેંકે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેઝ્ડ લેન્ડિંગ રેટ (MCLR)માં 20 પોઇટનો ઘટાડો કર્યો હતો. જુલાઇ 2019 પછી બેંકે સતત 13મી વખત વ્યાજ દર ઘટાડ્યા છે.
LIC હાઉસિંગ ફાઇનાન્સ 6.9% પર હોમ લોન આપી રહી છે
LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે તાજેતરમાં જ હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. હવે વાર્ષિક 6.9% વ્યાજ પર લોન આપવામાં આવી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, સિબિલ સ્કોર 700 કે તેથી વધુ હશે તો જ આ વ્યાજ દર પર લોન મળશે. કંપનીના જણાવ્યા અનુસાર, સબિલિ સ્કોર 700 કે તેથી વધારે હશે તો ગ્રાહકોએ 50 લાખ રૂપિયા સુધીની હોમ લોન માટે 6.90% લેખે વ્યાજ ચૂકવવું પડશે. એ જ રીતે, આ જ સ્કોર સાથે 50 લાખ રૂપિયાથી વધુની હોમ લોન લેનારાઓ માટે વ્યાજ દર 7% રહેશે.
SBIના વ્યાજ દર 6.95%
SBIના હાઉસિંગ લોન વ્યાજ દર 6.95% છે. બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ ઇન્ડિયા પણ 6.95%ના વ્યાજે લોન આપી રહી છે. HDFC બેંકના હોમ લોનના દર 6.95% છે. આ માટે તમારો સિબિલ ક્રેડિટ સ્કોર 780 અને તેથી વધુ હોવો જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.