તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Under The Scheme, The Government Raised Rs 72,480 Crore And Settled Cases Worth Rs 1 Lakh Crore

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદથી વિશ્વાસ સ્કીમ:આ યોજના હેઠળ સરકારે 72,480 કરોડ રૂપિયા એકત્ર કર્યા, 1 લાખ કરોડ રૂ.ના કેસોનું સમાધાન કર્યું

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે નાણા મંત્રાલયે આ અંગે જાણકારી આપી હતી
  • 17 નવેમ્બર સુધી કુલ 1,00,195 કરોડ રૂપિયાની વિવાદિત રકમ સંબંધિત કેસોનું સમાધાન કરવામાં આવ્યું

સરકારે પ્રત્યક્ષ કર (ડાયરેક્ટ ટેક્સ) વિવાદ સમાધાન યોજના ‘વિવાદથી વિશ્વાસ’ દ્વારા અત્યાર સુધી 72,480 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલ કર્યો છે. બુધવારે નાણા મંત્રાલયે આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત 17 નવેમ્બર સુધી કુલ 1,00, 195 કરોડ રૂપિયાની વિવાદિત રકમ સંબંધિત બાબતોનું સમાધાન કરવામાં આવ્યું છે, અને 72,480 કરોડ રૂપિયા સમાધાન કર રકમ 17 નવેમ્બર સુધી જમા કરવામાં આવી છે. તે ઉપરાંત ફોર્મ 1 અંતર્ગત 31,734 કરોડ રૂપિયાની વિવાદિત ટેક્સ માગ સંબંધિત કુલ 45,855 કેસોનું સમાધાન કરવામાં આવ્યું.

ચુકવણી માટેની છેલ્લી તારીખ 31 માર્ચ કરવામાં આવી
સરકારે ગત મહિને વિવાદથી વિશ્વાસ યોજના અંતર્ગત ચુકવણી માટેની અંતિમ તારીખ ત્રીજી વખત લંબાવીને 31 માર્ચ 2021 કરી છે. જો કે, તેના વિશે ઘોષણા ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2020 છે.

શું છે વિવાદથી વિશ્વાસ યોજના
વિવાદથી વિશ્વાસ યોજના અંતર્ગત વિવાદનો ઉકેલ લાવવા ઇચ્છુક કરદાતાઓને 31 ડિસેમ્બર સુધી ટેક્સની સંપૂર્ણ રકમ જમા કરાવવા પર વ્યાજ અને દંડમાંથી છૂટ મળશે. આ યોજના અંતર્ગત 9.32 લાખ કરોડ રૂપિયાના 4.83 લાખ પ્રત્યક્ષ કર કેસો ઉકેલ લાવવાનો લક્ષ્યાંક છે. આ કેસો વિવિધ કમિશનર સ્તરે નિયુક્ત (અપીલ), ઈન્કમટેક્સ એપલેટ ટ્રિબ્યુનલ (ITAT), હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

કોણ લઈ શકે છે આ સ્કીમનો લાભ
31 જાન્યુઆરી 2020 સુધી જે કેસ કમિશનર (અપીલ), ઈન્કમ ટેક્સ એપલેટ ટ્રિબ્યુનલ, હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, તે ટેક્સના કેસો પર આ સ્કીમ લાગુ થશે. જે પણ પેન્ડિંગ કેસ છે તે ટેક્સ, વિવાદ, પેનલ્ટી, અને વ્યાજ સંબંધિત હોઈ શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો