બેંક ઓફ ઈન્ડિયા/ / ફેસ્ટિવ ઓફર હેઠળ હોમ લોન પર પ્રોસેસિંગ ફી નહીં આપવી પડે

Under the Festive Offer, there is no processing fee on the home loan

Divyabhaskar.com

Sep 09, 2019, 03:52 PM IST

યુટિલિટી ડેસ્કઃ બેંક ઓફ ઇન્ડિયાએ ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખીને અનેક નવી ઓફર કાઢી છે. બેંકે હોમ લોન માટે ઘણી નવી ખાસ સ્કીમ રજૂ કરી છે. તેમાં હોમ લોન પર પ્રોસેસિંગ ફીમાં છૂટ આપવામાં આવી છે. બેંક ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજર સલિલ કુમાર સ્વાને જણાવ્યું કે, આ ફેસ્ટિવ સિઝનમાં બેંક તેના ગ્રાહકોને સસ્તા દર પર હોમ લોન ઉપલબ્ધ કરાવશે.

લોન રેપો રેટ સાથે લિંક થયેલા દર પર મળશે
સલિલ કુમારે જણાવ્યું કે, 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર વ્યાજ દર 8.35% હશે. જ્યારે 30 લાખ કરતા વધુ રકમની લોન રેપો રેટ સાથે લિંક થયેલો દર હશે. ફેસ્ટિવ સિઝન દરમિયાન એજ્યુકેશન લોન પણ ઘણા સ્પર્ધાત્મક દરે આપવામાં આવી રહી છે.

નાના અને મધ્યમ ઉદ્યોગપતિ માટે ખાસ ઓફર
તેમણે જણાવ્યું કે, બેંકે નાના અને મધ્યમ ઉદ્યોગપતિઓ માટે એક વેલકમ ઓફર લોન્ચ કરી છે. આ ઓફર હેઠળ આ ધંધાદારોને 50 રૂપિયાથી લઇને 5 કરોડ રૂપિયા સુધીની લોન ઘણા સસ્તા દરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જો કે, આ દર ઉદ્યોગપતિઓ તરફથી સિક્યોરિટી તરીકે આપવામાં આવતી સંપત્તિની વેલ્યૂ પર આધારિત રહેશે.

SBI પણ ઓછા વ્યાજ પર લોન આપી રહી છે
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તેના ગ્રાહકોને સસ્તા દરે હોમ લોન આપશે. આટલું જ નહીં, આ લોન પર લાગતું વ્યાજ રેપો રેટ સાથે લિંક્ડ હશે. એટલે કે, જ્યારે SBI તેનો પોલિસી રેટ એટલે કે રેપો રેટમાં જેટલો વધારો કે ઘટાડો કરશે તો તમારી હોમ લોન પર પણ એટલી જ અસર થશે. SBIએ જણાવ્યું છે કે, તે આ વર્ષે તહેવારમાં ગ્રાહકોને માત્ર 8.05% પર હોમ લોન આપવા જઈ રહી છે.

X
Under the Festive Offer, there is no processing fee on the home loan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી