તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Under The 8th Series Of Sovereign Gold Bond Scheme, Gold Can Be Purchased At Rs 5,177 Per Gram, With A Fixed Interest Of 2.50%.

રોકાણ:સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની 8મી સિરીઝ હેઠળ ગ્રામ દીઠ 5,177 રૂપિયામાં સોનું ખરીદી શકાશે, 2.50%નું નિશ્ચિત વ્યાજ પણ મળશે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9થી 13 નવેમ્બર સુધી ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકાશે
  • ઓનલાઇન અને ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવણી પર ગ્રામ દીઠ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે

જો તમારે ધનતેરસ અથવા દિવાળી પર સસ્તી કિંમતે સોનું ખરીદવા માગતા હો તો સરકાર તમને સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ સસ્તું સોનું ખરીદવાની તક આપી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની આઠમી સિરીઝ માટે સોનાના ભાવ નક્કી કર્યા છે. RBIએ આ વખતે સોનાનો ભાવ 1 ગ્રામ દીઠ 5177 રૂપિયા નક્કી કર્યા છે. જે લોકો આ સોનું લેવા માટે ઓનલાઇન અરજી કરશે અને ડિજિટલ પેમેન્ટ દ્વારા ચૂકવણી કરશે તેમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ સ્કીમ 9થી 13 નવેમ્બર સુધી ચાલશે. અહીં તમને સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ સંબંધિત મહત્ત્વપૂર્ણ બાબતો જણાવવામાં આવી છે.

ઇશ્યૂ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યૂ પ્રાઇસ પર દર વર્ષે 2.50%નું નિશ્ચિત વ્યાજ મળે છે. આ પૈસા દર 6 મહિને તમારા ખાતાંમાં જમા થઈ જાય છે.ફિઝિકલ ગોલ્ડ અને ગોલ્ડ ETF પર તમને આ પ્રકારનો લાભ મળતો નથી. NSEની વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણનો એક ફાયદો એ પણ છે કે, 8 વર્ષના મેચ્યોરિટી પિરિઅડ પછી તેનાથી થતા લાભ પર કોઈ ટેક્સ નથી લાગતો. તે ઉપરાંત દર છ મહિને ચૂકવવામાં આવતા વ્યાજ પર કોઈ TDS પણ નથી લાગતો.

1 ગ્રામથી 4 કિલો સુધીનું સોનું ખરીદી શકાય છે
એક વ્યક્તિ નાણાકીય વર્ષમાં મિનિમમ 1 ગ્રામ અને મેક્સિમમ 4 કિલો સુધીની વેલ્યૂનો બોન્ડ ખરીદી શકે છે. જો કે, ટ્રસ્ટ માટેની મહત્તમ ખરીદી મર્યાદા 20 કિલોગ્રામ છે. કોઈ નાણાકીય વર્ષમાં 500 ગ્રામ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. બોન્ડનો મેચ્યોરિટી પિરિઅડ 8 વર્ષનો છે. પરંતુ રોકાણકારોને 5 વર્ષ પછી બહાર નીકળવાની તક મળે છે. એટલે કે જો તમે આ બોન્ડમાંથી બહાર નીકળવા માગતા હો તો 5 વર્ષ પછી નીકળી શકો છો. NSEના જણાવ્યા અનુસાર, આ સોવરેન ગોલ્ડ બોન્ડ લોન લેતી વખતે કોલેટરલ તરીકે પણ વાપરી શકાય છે. આ સિવાય આ બોન્ડથી NSEમાં ટ્રેડ પણ કરી શકાય છે.

8 વર્ષનો મેચ્યોરિટી પિરિઅડ રહે છે
બોન્ડનો મેચ્યોરિટી પિરિઅડ 8 વર્ષનો છે. પરંતુ રોકાણકારોને 5 વર્ષ પછી બહાર નીકળવાની તક મળે છે. એટલે કે, જો જરૂર પડે તો તમે 5 વર્ષ પછી તેને કેશ કરાવી શકો છો. NSEના જણાવ્યા અનુસાર, આ સોવરેન ગોલ્ડ બોન્ડનો કોલેટરલ તરીકે પણ વાપરી શકાય છે. આ સિવાય, આ બોન્ડ NSE પર પણ ટ્રેડ કરે છે. જો સોનાના બોન્ડની મેચ્યોરિટી પર કોઈ કેપિટલ ગેન્સ બને તો તેની પર છૂટ મળે છે.

શુદ્ધ સોનું મળે છે
ગોલ્ડ ETFની કિંમત ટ્રાન્સપરન્ટ અને એકસમાન હોય છે. તે લંડન બુલિયન માર્કેટ એસોસિએશનનું અનુકરણ કરે છે, જે કિંમતી ધાતુઓની ગ્લોબલ ઓથોરિટી છે. તેમજ, ફિઝિકલ ગોલ્ડને વિવિધ વેચાણકર્તા/જ્વેલર્સ જુદા-જુદા ભાવ પર આપી શકે છે. ગોલ્ડ ETF પાસેથી ખરીદેલા સોનાની 99.5% શુદ્ધતાની બાંયધરી આપવામાં આવે છે, જે શુદ્ધતાનું ઉચ્ચતમ સ્તર છે. વ્યક્તિ દ્વારા લેવામાં આવેલા સોનાનો ભાવ આ શુદ્ધતાના આધારે રહેશે.

મેકિંગ ચાર્જ કરતાં ઓછું બ્રોકરેજ લાગે છે
ગોલ્ડ ETF ખરીદવામાં 0.5% અથવા તેનાથી ઓછો બ્રોકરેજ લાગે અને પોર્ટફોલિયો મેનેજ કરવા માટે દર વર્ષે 1% ચાર્જ ચૂકવવો પડે છે. આ એ 8%થી 30%ના ચાર્જની તુલનામાં કંઇ નથી જે જ્વેલર અને બેંકને આપવો પડે છે. વેપારીઓને ETF ગોલ્ડ વેચવા અથવા ખરીદવા માટે ફક્ત બ્રોકરેજ ચૂકવવવાનું હોય છે. તેમજ, ફિઝિકલ ગોલ્ડમાં લાભનો મોટો ભાગ મેકિંગ ચાર્જિસમાં જતો રહે છે અને આ ફક્ત ઝવેરીઓને જ વેચી શકાય છે. પછી ભલે તે સોનું બેંકમાંથી જ લેવામાં આવ્યું હોય.

ગોલ્ડ ETF ખરીદવું સરળ
ગોલ્ડ ETF ખરીદવા માટે તમારે તમારા બ્રોકર દ્વારા ડીમેટ ખાતું ખોલાવવું પડશે. આમાં વ્યક્તિ NSE પર ઉપલબ્ધ ગોલ્ડ ETFના યૂનિટ્સ ખરીદી શકે છે અને સમાન રકમ વ્યક્તિના ડીમેટ ખાતા સાથે જોડાયેલા બેંક ખાતામાંથી કાપવામાં આવશે. વ્યક્તિના ડીમેટ ખાતામાં ઓર્ડર મૂક્યાના બે દિવસ પછી વ્યક્તિના ખાતામાં ગોલ્ડ ETF જમા થઈ જાય છે.

સોવરેન ગોલ્ડ બોન્ડ શું છે?
સોવરેન ગોલ્ડ બોન્ડ એક સરકારી બોન્ડ હોય છે. તેને ડીમેટ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે. તેનું મૂલ્ય રૂપિયા અથવા ડોલરમાં નથી, પરંતુ સોનાના વજનમાં થાય છે. જો બોન્ડ પાંચ ગ્રામ સોનું છે, તો પાંચ ગ્રામ સોના જેટલી કિંમત હશે, એટલી જ બોન્ડની કિંમત હશે. તેને ખરીદવા માટે સેબીના અધિકૃત બ્રોકરને ઇશ્યૂ પ્રાઈસ ચૂકવવી પડશે. આ બોન્ડ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવે છે.