કોરોનાનાં સંકટ સમયમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધારે જાગૃત થયા છે. લોકોને હવે લાઈફ ઈન્શ્યોરન્સનું મહત્ત્વ સમજાઈ ગયું છે. લોકો મોટી સંખ્યામાં વીમા કવર લઈ રહ્યા છે. જો કે, આ દરમિયાન કેટલાક લોકો એવા પણ છે જેમને ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવી સ્થિતિમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ઓછા પ્રીમિયમમાં જીવન વીમો આપે છે. કેન્દ્ર સરકાર તરફથી PMSBY એક એવી સ્કીમ છે, જેના અંતર્ગત માત્ર 12 રૂપિયામાં ખાતાધારકને 2 લાખ રૂપિયાનો ઈન્શ્યોરન્સ કવર મળે છે. જાણો આ સ્કીમ વિશે...
મે મહિનાનાં અતમાં પ્રીમિયમ ચૂકવવાનું હોય છે
કેન્દ્ર સરકારે થોડા વર્ષો પહેલા સામાન્ય પ્રીમિયમ પર પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરી હતી. PMSBYનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે. મે મહિનાનાં અંતમાં તમારે આ પ્રીમિયમની ચૂકવણી કરવાની હોય છે. તમારા બેંક અકાઉન્ટમાંથી 31 મેના રોજ આ રકમ આપોઆપ કટ થઈ જાય છે. જો તમે PMSBY લીધેલ છે તો તમારા બેંક અકાઉન્ટમાં બેલેન્સ રાખવું જરૂરી છે.
જાણો PMSBYની શરતો
આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા છે. પોલિસીનું પ્રીમિયમ પણ ડાયરેક્ટ બેંક અકાઉન્ટમાંથી કટ કરવામાં આવે છે. PMSBY પોલિસી અનુસાર, વીમા ખરીદનાર ગ્રાહકનું એક્સિડન્ટમાં મૃત્યુ થઈ જાય છે અથવા વિકલાંગ થઈ જાય છે તો તેના આશ્રિતને 2 લાખ રૂપિયાની રકમ મળે છે.
PMSBY: મહત્ત્વની જાણકારી
યોજના માટે કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવવું
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.