તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • UIDAI Launches New Feature For Customers, Now Home Address Can Be Changed By Taking A Photo From The Phone

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:UIDAIએ ગ્રાહકો માટે નવી સુવિધા શરૂ કરી, હવે ફોનમાંથી ફોટો પાડીને આધારમાં ઘરનું સરનામું બદલી શકાશે

દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આધાર કાર્ડ પર ઘરનું સરનામું બદલવું હવે ખૂબ જ સરળ થઈ ગયું છે. હવે તમે તમારા મોબાઈલ ફોનથી કલર ફોટો પાડીને ઘરેબેઠાં આધારકાર્ડમાં સરનામું બદલી શકો છો. UIDAIએ ટ્વીટ કરીને કહ્યું કે, સપોર્ટિંગ ડોક્યૂમેન્ટની કલર્ડ ફોટો પાડો અને તેને તમારા ફોનતી અપલોડ કરો. એટલે કે હવે કોઈ લાંબી લાઇન અથવા કોઈ એક્સ્ટ્રા ચાર્જ વગર ફક્ત થોડી ક્લિક્સમાં તમારા ઘરનું સરનામું અપડેટ થઈ જશે.

UIDAIએ આને લગતો એક વીડિયો બહાર પાડ્યો છે. આ વીડિયોમાં ઘરનું સરનામું બદલવા સંબંધિત માહિતી આપવામાં આવી છે. UIDAI એ ટ્વીટ કર્યું છે કે, સૌપ્રથમ વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ અને Online Address Update પર ક્લિક કરો. સાચું સરનામું દાખલ કરો અને સપોર્ટિંગ ડોક્યૂમેન્ટની કલર્ડ સ્કેન ફાઇલ અપલોડ કરી દો.

ઓનલાઇન આધારમાં સરનામું અપડેટ કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ, UIDAI https://uidai.gov.in/ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ અને ત્યાં My Adhaar ટેબ પર ક્લિક કરો. ડ્રોપડાઉનની બીજી ટેબ Udate Your Aadhaarમાં જઇને તેના ડ્રોપડાઉનમાં ત્રીજા ઓપ્શન Update your address online પર ક્લિક કરો.
  • ક્લિક કરવાની સાથે જ નવું પેજ ખૂલશે. અહીં નીચે જવા પર Proceed to Update Address પર ક્લિક કરો. ફરી નવું પેજ ખૂળશે. આ પેજ પર સૌપ્રથમ તમારો આધાર નંબર પછી કેપ્ચા વેરિફિકેશન નાખીને Send OTP પર ક્લિક કરો. હવે તમારા આધાર રજિસ્ટર્ડ નંબર પર એક OTP આવશે. એ OTPની નીચે OTP / TOTP નીચે 6 આંકડાનો OTP નાખો અને નીચે લોગ ઇન પર ક્લિક કરો.
  • આ પેજ પર અત્યારે Update Address via Address Proof, Update Address via Secred Codeનો ઓપ્શન આપવામાં આવ્યોછે. અડ્રેસ પ્રૂફનો ઓપ્શન લેક્ટ કરવા પર નવા પેજમાં તમારે નવા અડ્રેસની ડિટેલ્સ ભરવાની રહેશે. પછી યોગ્ય ડોક્યૂમેન્ટનો ફોટો અપલોડ કરવાનો રહેશે. હવે તમે એ નવા ઓપ્શન પર ક્લિક કરીને આગળની પ્રોસેસ પૂરી કરી શકો છો. તમારી આ ઓનલાઇન એપ્લિકેશનના વેરિફિકેશન બાદ આધાર કાર્ડ પર અડ્રેસ બદલાઈ જશે અને નવું કાર્ડ તમારા નવા સરનામાં પર પોસ્ટ દ્વારા આવી જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો