સાવધાન / UIDAI એ નોટિસ જાહેર કરી, પ્લાસ્ટિક લેમિનેશનયુક્ત આધારકાર્ડ અમાન્ય ગણાશે

UIDAI has issued notice that plastic laminated Aadhar card will be invalid

  • પ્લાસ્ટિક આધાર કાર્ડ અથવા સ્માર્ટ કાર્ડ/PVC કાર્ડને વેલિડ નહીં ગણવામાં આવે
  • પ્લાસ્ટિક બેઝ્ડ આધાર કાર્ડના પ્રિન્ટિંગથી QR કોડ ડિસફન્ક્શનલ થઈ જાય છે
  • પ્લાસ્ટિક આધારકાર્ડના ઉપયોગથી તમારી સંમતિ વગર કોઈ પણ તમારી પર્સનલ ડિટેઇલ શેર કરી શકે છે

Divyabhaskar.com

Sep 09, 2019, 04:54 PM IST

યુટિલિટી ડેસ્કઃ જો તમે તમારા આધાર કાર્ડને પ્લાસ્ટિક લેમિનેશન કરાવ્યું છે તો, હવે તમારે સાવધાન થવાની જરૂર છે. આધાર કાર્ડ ઈશ્યુ કરનાર ઓથોરિટી UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટિ ઓફ ઈન્ડિયા)એ નોટિસ જાહેર કરીને પ્લાસ્ટિક સ્માર્ટ કાર્ડ/PVCકાર્ડને અમાન્ય જાહેર કર્યું છે. UIDAIએ જણાવ્યું છે કે, પ્લાસ્ટિક આધાર કાર્ડ અથવા સ્માર્ટ કાર્ડ/PVC કાર્ડને વેલિડ નહીં ગણવામાં આવે.

કારણ
પ્લાસ્ટિક બેઝ્ડ આધાર કાર્ડના પ્રિન્ટિંગથી QR કોડ ડિસફન્ક્શનલ થઈ જાય છે. તે સાથે જ પર્સનલડેટા ચોરી થવાનું પણ જોખમ છે. પ્લાસ્ટિક આધારકાર્ડના ઉપયોગથી તમારી સંમતિ વગર કોઈ પણ વ્યક્તિ તમારી પર્સનલ ડિટેઇલ શેર કરી શકે છે.

પ્લાસ્ટિક આધાર કાર્ડની પ્રિન્ટ માટે દુકાનદાર 50થી લઈને 300 રૂપિયા વસૂલતા હોય છે, જે બિનજરૂરી છે. UIDAIએ લોકોને આવા દુકાનદારોથી બચવા માટે સલાહ આપી છે. પ્લાસ્ટિક અથવા PVC સ્માર્ટ કાર્ડ સામાન્ય રીતે QR કોડ તરીકે ઉપયોગમાં લઈ શકાતાં નથી.

X
UIDAI has issued notice that plastic laminated Aadhar card will be invalid
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી