• Gujarati News
  • Utility
  • UGC NET 2020| NTA Releases Admit Card For The Examination To Be Held On 29, 30 September And 01 October, Candidates Can Download It From The Official Website Ntanet.nic.in

UGC NET 2020:29,30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે યોજાનારી પરીક્ષાના એડમિટ કાર્ડ જાહેર થયાં, એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી)એ ગુરુવારે 29,30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે યોજાનારી UGC NET પરીક્ષાના એડમિટ કાર્ડ જાહેર કર્યાં છે. ઉમેદવારો UGCની ઓફિશિયલ વેબસાઈટ ntanet.nic.inથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. ઘણી વખત સ્થગિત થયા બાદ પણ UGC NET 2020ની પરીક્ષા શરૂ થઈ છે. પરીક્ષાનું આયોજન 13 નવેમ્બર સુધી 2 શિફ્ટમાં કરવામાં આવ્યું છે.

24 સપ્ટેમ્બરથી શરૂ થઈ UGC NET
આ પરીક્ષાનું આયોજન પહેલાં 16 સપ્ટેમ્બરે થવાનું હતું. જોકે અન્ય પરીક્ષાઓને લીધે તેને 24 તારીખથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો. પરીક્ષા માટે NTAએ વિષય પ્રમાણે ટાઈમટેબલ પણ જાહેર કર્યુ છે. હવે વિદ્યાર્થીઓ માટે 2 વિષયોના એડમિટ કાર્ડ જાહેર થયા છે. અન્ય વિષયોના એડમિટ કાર્ડ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

આ રીતે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો

  • સૌ પ્રથમ NTAની ઓફિશિયલ વેબસાઈટ ugcnet.nta.nic.in પર જાઓ
  • અહીં Download Admit Card for UGC-NET JUNE 2020 લિંક પર ક્લિક કરો.
  • ઓપન થતાં નવા પેજ પર માગેલી તમામ વિગતો ભરો.
  • ત્યારબાદ સબમિટ કરતાં જ તમારું એડમિટ કાર્ડ જોવા મળશે તેને ડાઉનલોડ કરો.
અન્ય સમાચારો પણ છે...