તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • UGC Launches More Than 100 Open Online Courses For UG PG Students, Will Be Available On SWAYAM Platform In January Semester

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઈન કોર્સ:UGCએ UG-PG વિદ્યાર્થીઓ માટે 100થી વધારે ઓપન ઓનલાઈન કોર્સ શરુ કર્યા, ઓનલાઈન પ્લેટફોર્મ ‘SWAYAM’ પર અપ્લાય કરી શકશો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે 100થી વધારે ઓપન ઓનલાઈન કોર્સ શરુ કરવાની જાહેરાત કરી છે. કમિશનના જણાવ્યા પ્રમાણે, કંસોર્ટીયમ ફોર એજ્યુકેશન કમ્યુનિકેશન (CEC) જાન્યુઆરી સેમિસ્ટર માટે ઓનલાઈન પ્લેટફોર્મ swayam.gov.in પર 78 UG અને 46 PG નોન એન્જિનિયરિંગ MOOC’sની શરુઆત કરશે.

કોઈ પણ વિદ્યાર્થી આ કોર્સ કરી શકશે
દરેક કોર્સના ક્લાસ અને પરીક્ષાની તારીખો ઓફિશિયલ વેબસાઈટ પર અવેલેબલ છે. કોર્સની ખાસ વાત એ છે કે, કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજના વિદ્યાર્થીઓ આ કોર્સ માટે અપ્લાય કરી શકે છે. આ કોર્સિસ એકેડમિક ફ્રેટરનિટી સાથે કામ કરી રહેલા લોકો માટે ફાયદાકારક છે.

વર્ષ 2019માં બેસ્ટ 30 કોર્સમાં SWAYAMના 6 મહિનાના કોર્સ સામેલ
ગયા વર્ષે ક્લાસ સેન્ટ્રલના 30 બેસ્ટ ઓનલાઈન કોર્સમાં 2019 લિસ્ટમાં SWAYAMના 6 મહિનાના કોર્સે જગ્યા બનાવી હતી. તેમાં એકેડમિક રાઈટિંગ, ડિજિટલ માર્કેટિંગ, એનિમેશન, મેથેમેટિકલ ઇકોનોમિક્સ, પાઈથન ફોર ડેટા સાયન્સ, અર્લી ચાઈલ્ડહુડ કેર અને એજ્યુકેશન (ECCE)સામેલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો