• Gujarati News
  • Utility
  • UGC Instructs Universities To Postpone Exam In May, After Examining The Conditions, Online Exam Will Be Done

કોરોના ઈફેક્ટ:UGCએ દરેક યુનિવર્સિટીને મે મહિનામાં યોજાનારી પરીક્ષાઓ મોકૂફ રાખવા આદેશ આપ્યા, સ્થિતિની સમીક્ષા કર્યા પછી ઓનલાઈન એક્ઝામ લેવાશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • UGCએ દરેક યુનિવર્સિટીને પત્ર લખ્યો
  • કોરોના સંક્રમણના વધતા જતા કેસ દરમિયાન દરેકનું સ્વાસ્થ્ય અને સુરક્ષા સૌથી જરૂરી છે-UGC

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ દરેક યુનિવર્સિટીની મે મહિનામાં યોજાનારી ઓફલાઈન પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. UGCએ કહ્યું, યુનિવર્સિટી મે મહિનામાં ઓફલાઈન પરીક્ષાઓ ના લે અને હાલની પરિસ્થિતિ થોડી નોર્મલ થાય એ પછી ઓનલાઈન પરીક્ષા લેવાનું નક્કી કરે. કમિશને યુનિવર્સિટી અને કોલેજને આ વિશે પત્ર લખીને કહ્યું, કોરોના સંક્રમણના વધતા જતા કેસ દરમિયાન દરેકનું સ્વાસ્થ્ય અને સુરક્ષા સૌથી જરૂરી છે.

UGCએ દરેક યુનિવર્સિટીને પત્ર લખ્યો
આ વિશે કમિશને લેટરમાં લખ્યું, દેશમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસ ધ્યાનમાં રાખીને તમને બધાને વિનંતી કરીએ છીએ કે, મે મહિનામાં યોજાનારી તમામ ઓફલાઈન પરીક્ષાઓ કેમ્પસમાં ફિઝિકલ ભીડથી બચવા અને વિદ્યાર્થીઓ-શિક્ષકો અને કર્મચારીઓની સુરક્ષા માટે મોકૂફ રાખવામાં આવે.

શિક્ષણ મંત્રાલયે પણ પરીક્ષાઓ સ્થગિત કરવા આદેશ આપ્યા છે
આની પહેલાં શિક્ષણ મંત્રાલયે IIT, NIT, IIIT ઉપરાંત અન્ય સંસ્થાનોને મે મહિનામાં ઓફલાઈન પરીક્ષા ના લેવાનો આદેશ આપ્યો હતો. મંત્રાલયે કહ્યું હતું, આ પરીક્ષા માટે જૂન, 2021ના પ્રથમ અઠવાડિયાંમાં ચર્ચા કરવામાં આવશે તે પછી કોઈ નિર્ણય લેવામાં આવશે.

એક્ઝામને લઈને એજ્યુકેશન મિનિસ્ટ્રીના આદેશ માત્ર સેન્ટ્રલ ફંડેડ ઇન્સ્ટિટ્યૂટ માટે જ હતા. જો કે, હવે UGCની એડવાઈઝરી તે તમામ યુનિવર્સિટી પર લાગુ થશે જે રાજ્ય-સંચાલિત અને પ્રાઈવેટ યુનિવર્સિટી હેઠળ આવે છે.