તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • UG PG Candidates Will Be Able To Take Admission In CS Executive Program Without Entrance Exam, Institute Took Decision In 277th Meeting

ICSI CSEET:UG અને PG કેન્ડિડેટ્સ એન્ટ્રન્સ એક્ઝામ આપ્યા વગર CS એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં એડમિશન લઇ શકશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્સ્ટિટ્યુટે 277મી બેઠકમાં આ નિર્ણય લીધો
  • ICSIએ 20મેના રોજ CS એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટનું રિઝલ્ટ જાહેર કર્યું હતું

ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા (ICSI)એ UG,PG કેન્ડિડેટ્સને CS એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં એડમિશન માટે યોજાનારી ICSI CSEETમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. ઇન્સ્ટિટ્યુટના આ નિર્ણય પછી કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પાસ કેન્ડિડેટ્સ CS એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં ડાયરેક્ટ એડમિશન લઈ શકે છે.

277મી બેઠકમાં આ નિર્ણય લીધો
આ વિશે ઇન્સ્ટિટ્યુટની વેબસાઈટ પર જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે 19 જૂને યોજાયેલી 277મી બેઠકમાં CS એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી હવે ઓછામાં ઓછા 50% ધરાવનારા કેન્ડિડેટ્સને CS એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં ડાયરેક્ટ એડમિશન મળશે.

8-10 મેના રોજ પરીક્ષા લેવાઈ હતી
ICSIએ 20મેના રોજ CS એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટનું રિઝલ્ટ જાહેર કર્યું હતું. આ પરિણામ ICSIની ઓફિશિયલ વેબસાઈટ icsi.edu પર જાહેર કર્યું હતું. પરીક્ષામાં 70.13% વિદ્યાર્થીઓ પાસ થયા હતા. 8 અને 10મેના રોજ લેવાયેલી 200 માર્ક્સની પરીક્ષામાં 140 પ્રશ્નો પૂછ્યા હતા.