તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • UCO Bank Is Offering Higher Interest On FD To Vaccinated People, Find Out What Is On Offer Here

ફાયદાની વાત:યુકો બેંક વેક્સિન લીધેલા લોકોને FD પર વધારે વ્યાજ આપી રહી છે, અહીં જાણો શું ઓફર છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીને અટકાવવા માટે વેક્સિનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે. વેક્સિનેશન માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે કેટલીક બેંકો ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર ખાસ ઓફર આપી રહી છે. આ ઓફર અંતર્ગત લોકોને FD કરાવવા પર વધારે વ્યાજ આપી રહી છે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા બાદ હવે યુકો બેંક પણ વેક્સિન લીધી હોય તે લોકો માટે ખાસ ઓફર લઈને આવી છે.

શું છે યુકો બેંકની આ ઓફર?
યુકો બેંક 999 દિવસની FD પર 0.30% વધારે વ્યાજ ઓફર કરી રહી છે. આ ઓફરનો ફાયદો તે લોકો લઈ શકશે જેમને કોરોના વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો હોય. આ ઓફર 30 સપ્ટેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે.

યુકો બેંક FD પર 5% સુધી વ્યાજ આપી રહી છે
યુકો બેંક આ સમયે 7 દિવસથી લઈને 10 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટની ફેસિલિટી આપી રહી છે. બેંક 2.75થી લઈને 5% સુધી વ્યાજ આપે છે.

સમયગાળોવ્યાજ દર (%)
7-29 દિવસ2.75
30-45 દિવસ3.00
46-90 દિવસ3.75
91-180 દિવસ3.90
181-364 દિવસ4.70
1 વર્ષ4.90
1 વર્ષ 1 દિવસથી 10 વર્ષ સુધી5.00

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ પણ આવી ઓફર લોન્ચ કરી છે
યુકો બેંક પહેલા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ઈમ્યુન ઈન્ડિયા ડિપોઝિટ સ્કિમ લોન્ચ કરી છે. તેના અંતર્ગત 1111 દિવસ માટે FD કરાવવા પર વર્તમાન રેટ કરતાં 0.25% વધારે લાભ મળશે. આ સ્કિમ તે લોકો લઈ શકે છે, જેમને કોવિડ વેક્સિન લીધી હોય. આવા સિનિયર સિટીઝનને 0.50% વ્યાજ આપવામાં આવશે.

FD પર 5.1% સુધી વ્યાજ આપી રહી છે સેન્ટ્રલ બેંક
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા આ સમયે 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની ફિક્સ્ડ ડિપોઝિટની ફેસિલિટી આપી રહી છે. બેંક 2.75થી લઈને 5.1% સુધી વ્યાજ આપે છે.

સમયગાળોવ્યાજ દર(%)
7-14 દિવસ2.75
15-30 દિવસ2.90
31-45 દિવસ2.90
46-59 દિવસ3.25
60-90 દિવસ3.25
91-179 દિવસ3.90
180-270 દિવસ4.25
271-364 દિવસ4.25
1 વર્ષથી વધારે 2 વર્ષથી ઓછો4.90
2 વર્ષથી વધારે 3 વર્ષથી ઓછો5.00
3 વર્ષથી વધારે 5 વર્ષથી ઓછો5.10
5 વર્ષથી વધારે 10 વર્ષ સુધી5.10

અત્યાર સુધી 23.28 કરોડ ડોઝ લઈ ચૂક્યા છે લોકો
7 જૂન સુધી ભારતમાં 23.28 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 18.65 કરોડ પ્રથમ ડોઝ અને 4.62 કરોડ બીજો ડોઝ સામેલ છે. જૂન મહિનામાં વેક્સિનેશને વેગ પક્ડયો છે.