• Gujarati News
  • Utility
  • UAN Aadhaar Linking Deadline Extended For EPFO Subscribers, Can Now Be Linked Till 31st December

રાહતના સમાચાર:EPFO સબસ્ક્રાઈબર્સ માટે UAN-આધાર લિંક કરવાની ડેડલાઈન લંબાવાઈ, હવે 31 ડિસેમ્બર સુધી લિંક કરી શકાશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ EPF અકાઉન્ટને આધાર સાથે લિંક કરવાની ડેડલાઈને લંબાવીને 31 ડિસેમ્બર કરી દીધી છે. EPFOએ સોશિયલ મીડિયા દ્વારા તેની જાણકારી આપી છે.

લિંક નહીં કરાવવા પર પૈસા અટકી શકે છે
જો તમે 31 ડિસેમ્બર સુધી EPFO અને આધાર નંબરને લિંક નહીં કરો તો તમારા ખાતામાં કંપનીની તરફથી આવતું
કોન્ટ્રિબ્યુશન અટકાવી દેવામાં આવશે. તે સિવાય તેનાથી તમને EPF અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવામાં સમસ્યા થઈ શકે છે. જો EPF અકાઉન્ટ હોલ્ડરનું અકાઉન્ટ આધાર સાથે લિંક નહીં હોય તો તેઓ EPFOની સર્વિસિસનો ઉપયોગ નહીં કરી શકે.

આ રહી તેની પ્રોસેસ

  • સૌથી પહેલા તમારે EPFO પોર્ટલ epfindia.gov.in પર જવું.
  • UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને તમારા અકાઉન્ટને લોગ-ઈન કરો.
  • "Manage” સેક્શનમાં KYC ઓપ્શન પર ક્લિક કરો.
  • જે પેજ ઓપન થાય છે ત્યાં તમે તમારા EPF અકાઉન્ટની સાથે લિંક કરવા માટે ઘણા ડોક્યુમેન્ટ્સ જોઈ શકો છો.
  • આધાર વિકલ્પની પસંદ કરો અને તમારો આધાર નંબર અને આધાર કાર્ડ પર લખેલા નામને ટાઈપ કરીને સેવ કરીને ક્લિક કરો.
  • તમારા દ્વારા આપવામાં આવેલી જાણકારી સુરક્ષિત થઈ જશે. તમારો આધાર UIDAIના ડેટા સાથે વેરિફાઈ કરવામાં આવશે.
  • તમારા KYC ડોક્યુમેન્ટ્સ બરાબર હશે તો તમારું આધાર તમારા EPF ખાતા સાથે લિંક થઈ જશે અને તમારે તમારા આધારની જાણકારીની સામે “Verify” લખેલું દેખાશે.

EPF અકાઉન્ટમાં કર્મચારી અને એમ્પ્લોયર બંને પૈસા નાખે છે
EPFO એક્ટના અંતર્ગત કર્મચારીની બેઝિક સેલરી પ્લસ DAના 12% EPF અકાઉન્ટમાં નાખવામાં આવે છે. તેમજ એમ્પ્લોયર (કંપની) પણ કર્મચારીની બેઝિક સેલરી પ્લસ DAના 12% કોન્ટ્રિબ્યુટ કરે છે. કંપનીના 12% કોન્ટ્રિબ્યુશનમાંથી 3.67% કર્મચારીના PF અકાઉન્ટમાં જાય છે અને બાકીના 8.33% કર્મચારી પેન્શન સ્કિમમાં જાય છે. EPF અકાઉન્ટ પર વાર્ષિક 8.50% વ્યાજ મળી રહ્યું છે.

શું હોય છે નંબર?
ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)માં રજિસ્ટર્ડ થવાની સાથે જ કર્મચારી આ સંગઠનનો સભ્ય બની જાય છે અને તેની સાથે જ તેને 12 અંકનો UAN (યુનિવર્સલ અકાઉન્ટ નંબર) પણ જાહેર કરી દેવામાં આવે છે. આ નંબરની મદદથી EPFOની સુવિધાઓનો ઓનલાઈન ઉપયોગ કરી શકાય છે. UAN નંબરની મદદથી એક કર્મચારી તેના PF અકાઉન્ટની પાસબુક ઓનલાઈન જોઈ શકે છે તે સાથે તે પોતાનું PF (પ્રોવિડન્ટ ફંડ) બેલેન્સ પણ ઓનલાઈન ચેક કરી શકે છે.