તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાજેતરમાં જ ટ્વિટરમાં મોટા પાયે હેકિંગના સમાચારથી ખળભળાટ મચી ગયો હતો. બિલ ગેટ્સ, ઇલોન મસ્ક, જો બાઇડેન જેવી ખ્યાતનામ હસ્તીઓનાં અકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યાં હતાં. ત્યાર પછીથી ટ્વિટરમાં અકાઉન્ટ્સ અને ડેટાની સિક્યોરિટી વિશે ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થયા હતા.
હવે ડેમેજ કંટ્રોલ માટે ટ્વિટરે પોતાની સિક્યોરિટીની લગામ એક પોપ્યુલર હેકરના હાથમાં જ સોંપી દીધી છે. પીટર ઝેટ્કો ઉર્ફે મજ (Mudge)ને ટ્વિટરનો સિક્યોરિટી હેડ બનાવી દેવાયો છે. આ મજ સીધો ટ્વિટરના CEO જેક ડોર્સીને રિપોર્ટ કરશે.
હવે હેકરને જ સિક્યોરિટીની જવાબદારી સોંપી છે એટલે ટેક જગતના નિષ્ણાતો ટ્વિટરની સિક્યોરિટી મજબૂત થશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં પીટર ઝેટ્કોએ કહ્યું છે કે એ ઇન્ફર્મેશન સિક્યોરિટી, સાઇટ ઇન્ટેગ્રિટી, ફિઝિકલ સિક્યોરિટી, પ્લેટફોર્મ ઇન્ટેગ્રિટીની તપાસ કરશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પીટર ઝેટ્કો ગૂગલ સહિત કેટલીયે મોટી કંપનીઓમાં સાયબર સિક્યોરિટી પર પ્રોજેક્ટ આધારિત કામ કરી ચૂક્યો છે.
ઝેટ્કોએ અમેરિકન સરકાર માટે પણ કામ કર્યું છે. પીટર Cult Of The Dead Cow નામના હેકર્સ ગ્રૂપમાં સામેલગીરીને કારણે ચર્ચામાં હતો. આ ગ્રૂપ વિન્ડોઝનાં હેકિંગ ટૂલ્સ શોધી શોધીને રિલીઝ કરતું હતું. છેક 1984માં શરૂ થયેલું આ ગ્રૂપ સતત ચર્ચામાં રહ્યું છે.
ટ્વિટરમાં હેકિંગનું પ્રકરણ બહાર આવ્યા પછી પ્રાઇવસી એક્સપર્ટ્સે સવાલ ઉઠાવ્યા હતા કે ટ્વિટરે પોતાના ઇનબોક્સમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન રાખ્યું નથી. અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ્સમાં આ પ્રકારનું એન્ક્રિપ્શન ક્યારનુંયે આવી ગયું છે.
હવે આશા રખાઈ રહી છે કે પીટર ઝેટ્કોના આગમન પછી ટ્વિટરની સિક્યોરિટી એકદમ વૉટરટાઇટ થઈ જશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.