તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:કસ્ટમ ડ્યુટી વધવાને લીધે ટીવીના ભાવ વધી શકે છે, પરંતુ કોરોનાનાં ડરને લીધે AC, કૂલર અને પંખા વેચાતા નથી

10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે જાન્યુઆરી અને એપ્રિલમાં ટીવીના ભાવ વધ્યા હતા
  • ACનું 70% વેચાણ જાન્યુઆરીથી જૂન દરમિયાન થાય છે,કોરોનાને લીધે તેમાં ઘટાડો થયો છે

આવનારા દિવસોમાં ટીવીની કિંમત વધવાની શક્યતા છે. કારણ કે સરકાર ઓપન-સેલ પેનલ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારવાની તૈયારી છે. પેનલનો ઉપયોગ ટીવી સ્ક્રીન બનાવવા માટે થાય છે. ડ્યુટી વધારવાથી ટીવીની કિંમત 3થી 5 ટકા સુધી વધી શકે છે.

2021માં ત્રીજીવાર ટીવીના ભાવ વધશે
જો આવું થશે તો, 2021માં ત્રીજીવાર ટીવીની કિંમત વધશે. આની પહેલાં જાન્યુઆરી અને એપ્રિલમાં કિંમત વધી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, સરકારની યોજના આવનારા ત્રણ મહિનામાં ડ્યુટીને ધીમે-ધીમે વધારીને 10-12% સુધી પહોંચાડવાની છે, જે હાલ 5% છે.

ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ વધારવાની તૈયારી
રિપોર્ટ પ્રમાણે, આ ડ્યુટી દર વર્ષે થોડી-થોડી વધારવામાં આવશે, તેનો ઉદ્દેશ ટીવી બનાવનારી કંપનીઓના ઈન કોમ્પોનન્ટ ભારતમાં બનાવવાનો છે. અત્યાર સુધી ઓપન-સેલ પેનલનું ઈમ્પોર્ટ ચીનથી થાય છે.

કુલિંગ અપ્લાયન્સિસને ગ્રાહકો મળી રહ્યા નથી
કોરોનાનાં વધી રહેલા કહેરની ખરાબ અસર AC, કૂલર અને પંખા જેવા ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સના વેચાણ પર પડી છે. મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સિયલ સર્વિસિઝના એક રિપોર્ટ પ્રમાણે,
ACનું 70% વેચાણ જાન્યુઆરીથી જૂન દરમિયાન થાય છે, પરંતુ કોરોનાને લીધે તેમાં ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો