• Gujarati News
  • Utility
  • Travel The World And Make Huge Money Too, All The Information About The Smart Strategy And Course Of Making Tourism As A Career

વર્લ્ડ ટૂરિઝ્મ ડે:દુનિયા ફરો અને જંગી કમાણી પણ કરો, ટૂરિઝમને કરિયર બનાવવાની સ્માર્ટ સ્ટ્રેટેજી અને કોર્સની તમામ માહિતી

4 મહિનો પહેલાલેખક: ઈશિતા શાહ
  • કૉપી લિંક
  • MPhil ઈન ટૂરિઝ્મ, BBA ઈન ટૂરિઝ્મ એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટ સહિતના કોર્સ ટૂરિઝ્મ ફીલ્ડમાં કરિયર માટે બેસ્ટ
  • હોટેલ, ટૂર ગાઈડ, ટ્રાન્સપોર્ટ ઓફિસર, ટ્રાવેલ એજન્ટ સહિતની પોસ્ટ ટૂરિઝ્મ ફીલ્ડમાં અવેલેબલ
  • મેક્સિમમ જગ્યા એક્સપ્લોર્ડ કરી સ્ટાર્ટ અપ શરૂ કરવાના ગજબ ફાયદા

હરવા ફરવાની મોજ કોને ન ગમે? પરંતુ એક ઠીક ઠીક મોટી ટુર આપણા બેંક બેલેન્સમાં ખાસ્સું મોટું ગાબડું પાડી દે છે. હવે ધારો કે કોઈ એવું કહે કે દેશ-દેશાવર ફરવાની મોજ માણવાની સાથોસાથ તેમાંથી સારી એવી કમાણી પણ થશે તો? વેલ, ટૂરિઝમને કરિયર તરીકે પસંદ કરી તમે તમારો દુનિયા ફરવાનો શોખ પૂરો તો કરી જ શકો છો, સાથોસાથ બેંક અકાઉન્ટ પણ ભરી શકો છો. આજે 'વર્લ્ડ ટૂરિઝ્મ ડે' છે. દર વર્ષે 27 સપ્ટેમ્બરે ટૂરિઝ્મની સોશિયલ, કલ્ચરલ, પોલિટિકલ અને ઈકોનોમિક વેલ્યૂ લોકોને સમજાય તેના માટે 'વર્લ્ડ ટૂરિઝ્મ ડે' ઉજવાય છે. આજના દિવસે પ્રવાસનને કારકિર્દી તરીકે અપનાવીને કઈ રીતે શોખને કરિયર બનાવવાની સાથોસાથ કમાણી કરી શકાય તેની વાત કરીએ. આ વિશે ઓથેન્ટિક માહિતી મેળવવા માટે 'દિવ્ય ભાસ્કર'એ અમદાવાદની ‘સંજીવની કરિયર ગાઈડન્સ એન્ડ કાઉન્સેલિંગ’ ફર્મના ફાઉન્ડર ડૉ. પ્રદીપ કુમાર અને ‘માઉન્ટ એવરેસ્ટ’ સર કરી ટૂરિઝ્મમાં સ્ટાર્ટઅપ શરૂ કરનાર સુરતી બહેનો અનુજા અને અદિતી સાથે વાત કરી. આવો જાણીએ તેઓ શું કહે છે...

કોરોના પછી ‘રિવેન્જ ટૂરિઝમ’નો રાફડો ફાટ્યો
અત્યારની હવા ટૂરિઝ્મ એઝ અ કરિયર તરીકે કેટલી માફક છે તે જણાવતાં ડૉ. કુમાર જણાવે છે કે કોરોનાના કાળા કેર પછી ટૂરિઝ્મ માર્કેટ હાલ અલગ લેવલે હાઈ છે. કોરોનાએ ઓલમોસ્ટ દોઢ વર્ષ ઘરમાં પૂરી રાખ્યા હોવાથી હવે લોકો 'રિવેન્જ ટૂરિઝ્મ' ટર્મ ઉપયોગ કરી બહાર ફરવા નીકળી રહ્યા છે. લોકો એ હદે ફરવા માટે ગાંડા બન્યા છે કે 'સોલો ટ્રાવેલિંગ'નો અલગથી ટ્રેન્ડ શરૂ થયો છે. ટૂરિઝ્મ ફીલ્ડનો એ લેવલે ગ્રોથ થઈ રહ્યો છે કે આગામી 3 વર્ષમાં તે દુનિયાનું સૌથી મોટું માર્કેટ બની જશે.

ટૂરિઝમના કોર્સઃ શોખને ડિગ્રીની ધાર આપો
ડૉ. કુમાર જણાવે છે કે આ ફીલ્ડમાં કરિયર બનાવવા માટે કોર્સના ઘણા ઓપ્શન છે. તેમાં MPhil ઈન ટૂરિઝ્મ, BBA ઈન ટૂરિઝ્મ એન્ડ ટ્રાવેલ મેનેજમેન્ટ, PhD ઈન ટૂરિઝમ, MBA ઈન ટૂરિઝ્મ, PG ડિપ્લોમા ઈન ટ્રાવેલ એન્ડ ટૂરિઝ્મ સહિતના કોર્સ અવેલેબલ છે. જોકે એક્સપર્ટ સલાહ આપતાં જણાવે છે કે આ કોર્સથી તમે તમારી સ્કિલ્સ વધારી શકો છો બાકી તમારી આવડતને આધારે કોઈ કોર્સ વગર પણ તમે ટૂરિઝ્મ ફીલ્ડમાં સક્સેસ થઈ શકો છો. આ તમામ કોર્સ ઈન્ટરનેશનલ ટ્રાવેલ એન્ડ ટૂરિઝ્મ ઈન્સ્ટિટ્યુટ અને IHM બેંગલોર સહિતની અનેક સરકારી અને ખાનગી સંસ્થાઓમાં થાય છે.

આ સાથે ટૂરિઝ્મ સાથે સંકળાયેલા એરલાઈન અને હોટેલ એન્ડ રિસોર્ટ બિઝનેસમાં સેલ્સ એન્ડ માર્કેટિંગ, PR, HR, IT સહિતનાં ફીલ્ડમાં પણ કરિયર પસંદ કરી શકાય છે.

ટૂરિઝ્મ ફીલ્ડમાં કરિયર બનાવવા માટે કેવી સ્ટ્રેટેજી અપનાવી શકાય આ ફીલ્ડમાં કેવી રીતે સક્સેસ હાંસલ કરી શકાય તેની રસપ્રદ માહિતી વિશ્વનું સૌથી ઊંચું શિખર સર કરનારી સાહસિક સુરતી બહેનો અનુજા અને અદિતીએ આપી. બંને બહેનોએ ‘GetSetAdventures’ નામનું ટૂરિઝ્મ સ્ટાર્ટ અપ શરૂ કર્યું છે. તેમનું કહેવું છે કે, હાલ ટૂરિઝ્મ ફીલ્ડમાં સારો સ્કોપ છે. કોવિડમાં ઘરમાં ફસાયેલા લોકો હવે બહાર જવાનું પસંદ કરી રહ્યા છે. તેમાં પણ ભીડભાડીવાળી જગ્યાએ નહિ, પરંતુ કુદરતના ખોળે નેચર સાથે કનેક્ટ થવા માગે છે.

અન્ય લોકોની સુરક્ષા માટે કોર્સ કરવા હિતાવહ
એવરેસ્ટ સર કરનાર અનુજાનું કહેવું છે કે ટૂરિઝ્મ ફીલ્ડમાં, એમાં પણ ખાસ કરીને માઉન્ટેન એક્સપ્લોર કરવા માટે તમે માઉન્ટેનિયરિંગનો કોર્સ કરેલો હોય તો વધુ સારી વાત છે. આવા કોર્સ કરવાથી તમે પોતાની સાથે ટૂરિસ્ટની ડબલ સુરક્ષાની જવાબદારી લેવા માટે સક્ષમ બનો છો. દેશમાં ઉત્તરકાશી અને દાર્જિલિંગની માઉન્ટેનિયરિંગ ઈન્સ્ટિટ્યુટ્સમાં તેના ઘણા કોર્સ અવેલેબલ છે.

ટૂરિઝમ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે આ ફીલ્ડનું તલસ્પર્શી જ્ઞાન હોવું જોઈએ. દેશ-વિદેશની મેક્સિમમ જગ્યાઓ એક્સપ્લોર કરી સ્ટાર્ટઅપને નેક્સ્ટ લેવલે પહોંચાડી શકાય છે. તમે જે લોકેશન પર ટૂર લઈ જવાના હો ત્યાંની વેધર કન્ડિશન, ટોપોગ્રાફી અને જ્યોગ્રાફિકલ કન્ડિશનનું પણ નોલેજ હોવું જરૂરી છે.

આ રીતે સ્ટાર્ટઅપનાં શ્રીગણેશ કરો
તમારા ટૂરિઝ્મ રિલેટેડ સ્ટાર્ટઅપ માટે તમે એક્સપ્લોર કરાવવાના હોય એ જગ્યાની રગેરગથી વાકેફ થાઓ. ત્યાર બાદ અન્ય કોઈ કંપનીના સેટઅપની જેમ ટૂરિઝ્મ કંપની સ્થાપવા માટે સરકારી લીગલ પ્રોસેસ પૂરી કરો. તમારા ગોલને ધ્યાનમાં રાખી તમારાં સ્ટાર્ટઅપની શરૂઆત કરો અને તેનું સ્માર્ટ એડવર્ટાઈઝમેન્ટ કરો. ટૂરિઝ્મ સ્ટાર્ટ અપમાં સ્ટાફ હાઈલી ટ્રેન્ડ રાખવો ખૂબ જરૂરી છે.

સુરતી સિસ્ટર્સે તેમનું સ્ટાર્ટઅપ શરૂ કર્યાને ઘણો ઓછો સમય હોવા છતાં પ્રકૃતિ પ્રેમીઓનો તેમનો ઘણો સારો પ્રતિસાદ મળે છે. તેઓ 5-7 લોકોના ગ્રૂપને ઉત્તરાખંડના ખૂબ જ સુંદર અને જેનું કોઈએ નામ પણ ન સાંભળ્યું હોય તેવાં ગામડાં એક્સપ્લોર કરાવે છે. લોકલ બિઝનેસ સપોર્ટ કરવા માટે એક ટ્રિપમાં તેઓ 7થી 8 લોકલ માણસને રોજગારી આપે છે.

અન્ય સમાચારો પણ છે...