• Gujarati News
  • Utility
  • TRAI Is Bringing A New Feature, The Name Of Which Will Be SIM, Its Name Will Be Displayed; Learn How TRAI's New Feature Will Work

કામના સમાચાર:TRAI લાવી રહ્યું છે નવું ફીચર, જેના નામ પર સિમ હશે, તેનું નામ ડિસ્પ્લે થશે; જાણો TRAIનું નવું ફીચર કેવી રીતે કામ કરશે

શુભમ શર્મા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેંક, ઈન્શ્યોરન્સ કંપનીના એજન્ટના નામે નકલી ફોન કોલ્સથી છૂટકારો મળશે

‘ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (TRAI) હવે ફ્રોડ કોલ અને છેતરપિંડી સંબંધિત કેસ પર રોક લગાવવાની તૈયારીમાં છે. TRAI એક નવું ફીચર લાવી રહ્યું છે, જે અંતર્ગત હવે તમને ફોન આવશે ત્યારે સાચું નામ સ્ક્રીન પર દેખાશે. સરકારનો નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે સ્પામ કોલ અને છેતરપિંડી સંબંધિત કેસની સંખ્યા સતત વધી રહી છે.

આજના કામના સમાચારમાં જાણો TRAIના આ નવા ફીચર વિશે.
સવાલ- TRAIનું નવું ફીચર કેવી રીતે કામ કરશે?
જવાબ- તેની સંપૂર્ણ પ્રોસેસ KYC (નૉ યોર કસ્ટમર) પર આધારિત હશે, જેમાં યુઝરનું નામ KYCમાં રજિસ્ટર્ડ કરવામાં આવશે. KYC નકલી કૉલ્સને ઓળખવામાં મદદ કરશે.

સવાલ- નકલી કોલની જાણકારી માટે પહેલાથી જ કેટલીક એપ છે, આ ફીચર કેવી રીતે અલગ હશે?
જવાબ- Truecaller, Showcaller, Bharatcaller જેવી કેટલીક એપ્સ છે, જે તમને કોણ કોલ કરી રહ્યું છે તે જણાવે છે, પરંતુ તેઓ માત્ર યુઝરના ડેટાનો ઉપયોગ કરે છે. તેમાં યુઝર્સના KYC આધારિત નામ નથી દેખાતાં. જો કે, આ એપ્સ પર ક્રાઉડસોર્સિંગના કારણે યોગ્ય જાણકારી નથી મળતી.

ક્રાઉડસોર્સિંગ ડેટાના આધારે કોલરની ઓળખ કરતી કેટલીક એપ્સ કરતાં TRAIના આ નવા ફીચરમાં વધુ ચોકસાઈ અને પારદર્શિતા હશે.

સવાલ- ક્યારથી લાગુ થશે આ પ્રક્રિયા?
જવાબ- આ કેસમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (DoT)ની સાથે વાત થઈ રહી છે અને સરકાર આવનાર 1-2 મહિનામાં જ તેને લાગુ કરવાનો વિચાર કરી રહી છે.

સવાલ- આ ફીચરની મદદથી નકલી કોલ્સથી કેવી રીતે રાહત મળશે?

  • સાયબર ક્રાઈમ સંબંધિત છેતરપિંડીના કેસ રોકી શકાય છે.
  • બેંક, ઈન્શ્યોરન્સ કંપનીના એજન્ટ તરીકે ઓળખ આપીને આવતા નકલી ફોન કોલ્સથી છૂટકારો મળશે.
  • કોઈપણ અજાણ્યા નંબરથી તમે છેતરપિંડીનો શિકાર નહીં બની શકો
  • નવા મિકેનિઝમ દ્વારા ગ્રાહકો માટે કોલ કરનાર વ્યક્તિનું નામ શોધવાનું સરળ બનાવશે, જેનાથી તેમને નકલી કૉલ્સથી રાહત મળશે.

તમે ન તો તમારું નામ બદલી શકો છો કે ન તો બીજાનું

  • જ્યારે પણ કોઈ કોલ કરશે તો KYCના અનુસાર જ તેનું નામ સામે આવશે.
  • હવે કોઈપણ પોતાની ઈચ્છાના અનુસાર, ‘ડોન’, ‘પાપા કી પરી’, ‘મુન્ના માઈકલ’, ‘ક્રાઈમ માસ્ટર ગોગો’, ‘સીક્રેટ લવર’, ‘મોગેમ્બો’ જેવાં અબીજોગરીબ નામ નહીં રાખી શકે.
  • આ પ્રકારનાં નામ રાખવાની મનાઈ હશે. માત્ર તે નામ શો થશે, જે રજિસ્ટર્ડ છે.